ટેનિસમાં વર્લ્ડ નંબર-1 સર્બિયાના નોવાક જોકોવિચે વર્લ્ડ નંબર-4 રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતી લીધુ હતુ. જોકોવિચે મેદવેદેવને સતત ત્રણ સેટમાં 7-5, 6-2, 6-2થી હરાવી દીધો હતો REUTERS/Asanka Brendon Ratnayake

સર્બિયાના નોવાક જોકોવિચે રવિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની ફાઈનમાં રશિયાના ડેનિલ મેડવેડેવને હરાવી રેકોર્ડ નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ હાંસલ કર્યો હતો. આ અગાઉ તે 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019 અને 2020માં પણ વિજેતા રહ્યો હતો.

જોકોવિચે સીધા સેટમાં 7-5, 6-2, 6-0થી હરાવ્યો હતો. જોકેવિચનું આ 18મું ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ છે. તે 9 વખત ઓસ્ટ્રેલિયન ઓપન ઉપરાંત 5 વખત વિમ્બલડન, 3 વખત યુએસ ઓપન અને એક વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન રહ્યો છે.

જોકોવિચ આ વર્ષે 17મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમ્યો હતો. તેના પછી રોજર ફેડરર અને રોય ઈમરસને 6-6 વખત અને આંદ્રે અગાસી, જેક ક્રોફોર્ડ અને કેન રોજવેલને 4-4 વખત આ તાજ પોતાના નામે કર્યો છે. શનિવારે રમાયેલી મહિલા સિંગલ્સ ફાઈનલમાં જાપાનની નાઓમી ઓસાકાએ અમેરિકાની જેનિફર બ્રેડીને સીધા સેટમાં 6-4, 6-3થી હરાવી પોતાનું ચોથું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મેળવ્યું હતું. મોનિકા સેલેસ અને રોજર ફેડરર પછી ચાર ગ્રાન્ડસ્લામ ટાઈટલ જીતનારી ઓસાકા ત્રીજી ખેલાડી છે. જેનિફર બ્રાડીની આ પ્રથમ ગ્રાન્ડસ્લામ ફાઇનલ હતી. ઓસાકા આ વિજય સાથે વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે આવી જશે.