પાકિસ્તાનના આર્મી વડા અસીમ મનીર પછી વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારતને સિંધુ જળ અંગે ભારતને ધમકી આપી હતી. ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં શરીફે જણાવ્યું હતું કે તેમનો દેશ ભારતને તેના હકના પાણીનું ‘એક ટીપું’ પણ છીનવા નહીં દે. તેમણે નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આજે હું દુશ્મનને કહેવા માંગુ છું કે જો તેઓ પાણી રોકવાની ધમકી આપો છો, તો યાદ રાખજો કે પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી નહીં શકો. જો તમે આવું કરવાનો પ્રયાસ કરશો, તો યાદ રાખો કે તમને પાઠ ભણાવવામાં આવશે અને તમને તમારા કાન પકડવાની ફરજ પાડવામાં આવશે
પહેલગામમાં આતંકી હુમલા બાદથી ભારત સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. અમેરિકા સાથે સંબંધોમાં સુધારો થવાની સાથે પાકિસ્તાનના ટોચના સત્તાવાળા હવે ભારતને ધમકીઓ આપી રહ્યાં છે. બીજી તરફ, ભારતે ચિનાબ નદી પર નેશનલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના સિંધુ ગામ નજીક બનવાનો છે અને તેના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનને ડર છે કે ભારતના આ પગલાને કારણે ભારત તેનું પાણી રોકી દેશે.
અગાઉ ફ્લોરિડાના ટેમ્પામાં પાકિસ્તાની ડાયસ્પોરા સંબોધન કરતાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે જણાવ્યું હતું કે ભારત સાથેના ભવિષ્યમાં યુદ્ધમાં તેમના દેશ સામે અસ્તિત્વનો ખતરો ઊભો થશે તો તે “અડધી દુનિયા”ને બરબાદ કરી દેશે. પાકિસ્તાન એક પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર છે. જો પાકિસ્તાન સામે મુશ્કેલી ઊભી થશે તો અડધી દુનિયાને બરબાદ કરીશું.
કરતાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલે સિંધુ નદીના જળમાર્ગો પર ભારત દ્વારા બાંધવામાં આવતા કોઈપણ માળખાને નષ્ટ કરવાની ધમકી પણ આપતાં જણાવ્યું હતું કે તેમના દેશમાં મિસાઇલોની કોઈ કમી નથી. ભારત ડેમ બનાવે તેની રાહ જોઈશું અને જ્યારે તે બંધ બનાવશે, ત્યારે અમે તેને 10 મિસાઈલોથી નષ્ટ કરીશું. સિંધુ નદી ભારતીયોની પારિવારિક મિલકત નથી.
