(istockphoto.com)

ભારત સરકારની ખોટ કરતી એર ઇન્ડિયાને ખરીદવાની સ્પર્ધામાંથી આ એરલાઇન્સના કર્મચારીઓનું જૂથ બિડિગ પ્રોસેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. એર ઇન્ડિયાના કોમર્શિયલ ડિરેક્ટર મીનાક્ષી મલિકે આઠ માર્ચે કર્મચારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે આપણે ડિસઇન્વેસ્મેન્ટ એક્વિઝિશન પ્રોસેસના આગામી તબક્કામાં ક્વોલિફાય થવામાં સફળ થયા નથી.
એરલાઇન્સના વેચાણ માટે સરકારની સલાહકાર અર્ન્સ્ટ એન્ડ યંગના પત્રનો ઉલ્લેખ કરીને મલિકે જણાવ્યું હતું કે કર્મચારીનું ગ્રૂપ પાત્રતાના ધોરણોમાં સફળ થયું નથી. કંપનીના કર્મચારીઓના ગ્રૂપે સેસેલ્સ સ્થિત ફંડ સાથેની ભાગીદારીમાં કંપની માટે બિડ કરી હતી. એર ઇન્ડિયા માટેના બીજા બિડર્સમાં ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ છે. સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ અને બીજા બે રોકાણકારોએ પણ એર ઇન્ડિયા ખરીદવા માટે રસ દર્શાવ્યો હોવાનું માનવામાં આવે છે.