અમિતાભ બચ્ચન કોવિડ ૧૦ના સપાટામાં આવતા મુંબઇની પાર્લાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેમણે ત્યાંથી તેમના ઇલાજ કરી રહેલા સંપૂર્ણ મેડિકલ સ્ટાફને દેવદૂત સમાન ગણાવ્યા હતા. ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા હતા.

તેઓ હોસ્પિટલમાંથી હોસ્પિટલનું વિજ્ઞાાપન કરી રહ્યા છે તેવો આક્ષેપ લોકો તેમના પર મુકી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેમને ટ્રોલ કર્યા હતા જેનો તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો. અમિતાભ બચ્ચને મહિલાની ટીપ્પણીનો જવાબ પોતાના બ્લોગ દ્વારા આપ્યો છે. તેમણે લખ્યું છે કે, મને તમારા પ્રેમાળ અને સમ્માનિત પિતા વિશે તેમજ તેમની સમસ્યાો જાણીને મને ખરેખર દુઃખ થયું છે.

હું બહુ નાની વયથી હોસ્પિટલોમાં વિવિધ સારવાર માટે જઇ રહ્યો છું. આપણે કોઇ પણ તકલીફની સારવાર માટે હોસ્પિટલમાં જતા હોઇએ ત્યારે આપણી કાળજી ડોકટરો, નર્સો, પરબંધક વગેરે લેતા હોય છે. હું હોસ્પિટલનો વિજ્ઞાાપન નહોતો કરતો.

મારી સારવાર અને કાળજી માટે હું તેમનો આભાર માની રહ્યો હતો અને હજી પણ માનું છું. મેં આ દરેક હોસ્પિટલના મેડિકલ સ્ટાફ માટે કર્યું છે. અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. હું આપણા દેશના ડોકટરોનું સમ્માન કરું છું અને એ કદી ગુમાવીશ નહીં.