(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અમિત જી શોલે ફિલ્મ કે ગાને બજાઇયે, અમિત જી, પ્લે સોન્ગસ ફ્રોમ કભી કભી, અમિત જી ટેલ અ ફની સ્ટોરી, અમિતજી વોટસ ઇઝ ધ વેધર ટુડે જેવા એમેઝોન ઇકો ડિવાઇસ પર આવી વાતો અને પ્રશ્રોના ઉત્તર આપતા હવે અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે.

કંપનીએ એલેક્સા પર ભારતના પ્રથમ સેલિબ્રિટી વોઇસ ફીચર ઉપલબ્ધની જાહેરાત કરી હતી. ભારતના ઉપયોગકર્તાઓને આ પ્રથમવાર અમિતાભનો અવાજ સાંભળવા મળશે. અત્યાર સુધી આવી સુવિધા ઉપલબ્ધ નહોતી. સેલિબ્રિટી વોઇસ ફીચર દ્વારા અમિતાભ બચ્ચન દ્વારા પસંદ કરવામાં આવેલી ઓરિજિનલ કન્ટેન્ટની પણ મજા માણી શકાય છે. જેમાં તેમના જીવનની વાર્તાઓ, પિતાની કવિતા, ટંગટ્વિસ્ટર્સ, પ્રેરક વિચારો અને ઘણું બધું સામેલ છે. અમિતાભ બચ્ચનના પહાડી અવાજનો દબદબો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જાણીતો અને લોકપ્રિય છે.