(Photo by SURJEET YADAV/AFP via Getty Images)

એશિયા કપ 2025ના કાર્યક્રમની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી, તે મુજબ આ ટુર્નામેન્ટ યુએઈના દુબઈ અને અબુ ધાબીમાં રમાશે. ટી-20 ફોર્મેટમાં કુલ 19 મેચ 8 ટીમો વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન રમાશે

ગ્રુપ એ : ભારત, પાકિસ્તાન, યુએઈ, ઓમાન
ગ્રુપ બી : શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ

આ વખતે બન્ને ગ્રુપમાંથી બે-બે ટીમો સુપર ફોર માટે ક્વોલિફાય થશે. ત્યાર બાદ સુપર ફોરમાં દરેક ટીમ એક-એક વખત અન્ય ત્રણ ટીમો સામે ટકરાશે. સુપર ફોર સ્ટેજની ટોચની બે ટીમો ફાઈનલ રમશે. આ રીતે, ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ત્રણ વખત ટકરાઈ શકે છે. બન્નેની ગ્રુપ સ્ટેજની પહેલી મેચ 14મી સપ્ટેમ્બરે યોજાવાની છે. બંને સુપર ફોર સ્ટેજ માટે સાથે ક્વોલિફાય થાય તો તેઓ 22મી સપ્ટેમ્બરે ફરી એક વખત ટકરાઈ શકે છે. આ પછી બન્ને ફાઇનલમાં આવે તો ત્રીજી વખત ટકરાઇ શકે છે.

ભારત અને શ્રીલંકામાં યોજાનારા આગામી ટી-20 વર્લ્ડ કપમાં હવે માત્ર સાત મહિના જ બાકી રહ્યા છે.

એશિયા કપ 2025 સંપૂર્ણ કાર્યક્રમ (ગ્રુપ સ્ટેજ)
9 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન – હોંગકોંગ
10 સપ્ટેમ્બર: ભારત – યુએઈ
11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ – હોંગકોંગ
12 સપ્ટેમ્બર: પાકિસ્તાન – ઓમાન
13 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ – શ્રીલંકા
14 સપ્ટેમ્બર: ભારત – પાકિસ્તાન
15 સપ્ટેમ્બર: શ્રીલંકા – હોંગકોંગ
16 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ – અફઘાનિસ્તાન
17 સપ્ટેમ્બર: પાકિસ્તાન – યુએઇ
18 સપ્ટેમ્બર: શ્રીલંકા – અફઘાનિસ્તાન
19 સપ્ટેમ્બર: ભારત – ઓમાન

સુપર ફોર સ્ટેજ
20 સપ્ટેમ્બર: ગ્રુપ બી ક્વોલિફાયર 1 – ગ્રુપ બી ક્વોલિફાયર 2
21 સપ્ટેમ્બર: ગ્રુપ એ ક્વોલિફાયર 1 – ગ્રુપ એ ક્વોલિફાયર 2
23 સપ્ટેમ્બર: ગ્રુપ એ ક્વોલિફાયર 1 – ગ્રુપ બી ક્વોલિફાયર
24 સપ્ટેમ્બર: ગ્રુપ બી ક્વોલિફાયર 1 – ગ્રુપ એ ક્વોલિફાયર 2
25 સપ્ટેમ્બર: ગ્રુપ એ ક્વોલિફાયર 2 – ગ્રુપ બી ક્વોલિફાયર 2
26 સપ્ટેમ્બર: ગ્રુપ એ ક્વોલિફાયર 1 – ગ્રુપ બી ક્વોલિફાયર 1
28 સપ્ટેમ્બર: ફાઇનલ

LEAVE A REPLY