કેલિફોર્નિયાના જંગલોમાં ફેલાયેલી સૌથી મોટી વધુ પ્રસરતા સેંકડો કિલોમીટરમાં નાખેલાને કચરાને ખાલી કરવાના મોટાપાયે આદેશો આપવામાં આવ્યા છે.
ડિક્સી આગ રાજ્યના ઇતિહાસમાં અગાઉથી જ છઠ્ઠી સૌથી મોટી આગ છે, અને હજુ પણ ઝડપી પવન ફુંકાવાને કારણે અને ઓછા ભેજને કારણે પ્રસરી રહી છે.
આ આગથી ઐતિહાસિક ખાણના શહેર ગ્રીનવિલેમાં તમામ તબાહ થઇ ગયું છે, જ્યાં 1800ના દસકાના મધ્યમાં ગોલ્ડ રશ સાથે જોડાયેલા થોડાઘણા સો લોકો રહેતા હતા.
વાઇલ્ડફાયર ફોટોગ્રાફર સ્ટુઅર્ટ પેલ્લીએ આ તબાહીની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મોટાભાગની ગ્રીનવિલે સંપૂર્ણ નાશ પામ્યું છે. આ સુંદર નાના શહેરને જોઇને મારું હૃદય તુટી ગયું છે.
પશ્ચિમી અમેરિકામાં પ્રસરેલી આગમાંથી માત્ર એક-ડિક્સી ફાયર મધ્ય જુલાઇથી ઉત્તરી કેલિફોર્નિયાના સૂકા જંગલોમાં ફેલાઇ છે, ગ્લોબલ વોર્મિંગ વાતાવરણીય સંકટના એક ભાગથી આ વિસ્તારમાં વધુ ગરમી અને ચેતવણીરૂપ દુષ્કાળ આવ્યો છે. અહીંનો અંદાજે 500 ચોરસ માઇલ્સ વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો છે. આ આગ એટલી મોટી છે કે તે પોતાની હવામાન સીસ્ટમ ઊભી કરી રહી છે. કેલિફોર્નિયા ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મિચ મેટલોએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારી શક્ય હોય તે બધું અમે કરી રહ્યા છીએ, ‘કેટલીકવાર તે પર્યાપ્ત નથી હોતું.’
ગ્રીનવિલેમાં એએફપીના ફોટોગ્રાફરે લીધેલી તસવીરો દર્શાવે છે કે આગની ગરમીથી સ્ટ્રીટ લાઇટ જમીન પર વળી ગઇ હતી. માત્ર થોડા જ સ્ટ્રક્ચર્સ હજુ યથાવત છે.
એક ગેસ સ્ટેશન, એક હોટેલ અને એક બારની સાથે એક સદીથી જુની બિલ્ડિંગ્સ પણ નાશ પામી છે.