Big financial help from America to Pakistan to fight terrorism

ચીનના નિયંત્રણ હેઠળના હોંગકોંગમાં લોકશાહી પર બીજિંગની નીતિના પ્રતિભાવમાં હજ્જારો લોકોને પોતાનો નિવાસ લંબાવવાની મંજૂરી મળી શકે તે માટે પ્રેસિડેન્ટ જો બાઇડેને ગુરુવારે હોંગકોંગના રહેવાસીઓને અમેરિકામાં હંગામી ધોરણે ‘સલામત આશ્રય’ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
બાઇડેને અત્યારે અમેરિકામાં રહેતા હોંગકોંગના રહેવાસીઓ માટે ‘અનિવાર્ય વિદેશ નીતિના કારણો’ ટાંકીને 18 મહિના સુધી ‘ડેફરલ ઓફ રિમૂવલ’ લાગુ કરવા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને આદેશ આપ્યો હતો.
બાઇડેને મેમોમાં પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇના માટે સંક્ષિપ્તનો ઉપયોગ કરીને જણાવ્યું હતું કે, ‘છેલ્લા એક વર્ષથી પીઆરસીએ હોંગકોંગની સ્વાયત્તતા પર હુમલો કરવાનું યથાવત રાખ્યું છે, તેની બાકીની લોકશાહી પ્રક્રિયાઓ અને સંસ્થાઓને નબળી પાડી છે, શૈક્ષણિક સ્વતંત્રતા પર મર્યાદા લાદી છે અને પ્રેસની સ્વતંત્રતા પર કબ્જો જમાવ્યો છે.’
તેમણે જણાવ્યું હતું કે, હોંગકોંગવાસીઓને એક સલામત આશ્રય આપવાનો પ્રસ્તાવ આ વિસ્તારમાં અમેરિકાના હિતોને આગળ વધારે છે. હોંગકોંગના લોકોના સમર્થનમાં અમેરિકા ઝુકશે નહીં.
જોકે, હજુ એ બાબત સ્પષ્ટ નથી કે, આ પગલું કેટલા લોકોને અસર કરશે, પરંતુ વરિષ્ઠ વહીટવી અધિકારીના જણાવ્યા મુજબ અત્યારે અમેરિકામાં વસતા મોટાભાગના હોંગકોંગના લોકો આ અંગે યોગ્યતા ધરાવતા હોવાની અપેક્ષા છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી એ બાબત સ્પષ્ટ કરે છે કે, અમેરિકા કોઇ ઉદેશ્ય વગર ઊભું રહેશે નહીં, કારણકે પીઆરસીએ હોંગકોંગ અને આંતરરાષ્ટ્રીય સમૂદાયને આપેલા વચનો તોડ્યા છે.
હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી એલેજાન્ડ્રો મેયરકાસએ જણાવ્યું હતું કે, તે લોકો યોગ્યતા ધરાવે છે તેઓ રોજગાર અધિકૃતતા પણ માગી શકે છે.
આ એ કાર્યોની એક શ્રેણીનું નવું પગલું છે, જે બાઇડેને પોતાના એડમિનિસ્ટ્રેશન દ્વારા ભૂતપૂર્વ બ્રિટિશ કોલોનીમાં કાયદાકીય શાસનના ધોવાણ સામે ભર્યું છે, જે બીજિંગના નિયંત્રણમાં વર્ષ 1997થી છે.