મોટેલ 6 અને સ્ટુડિયો 6 બ્રાન્ડ્સના પેરેન્ટ, G6 હોસ્પિટાલિટીએ આ વર્ષે અત્યાર સુધીમાં 150 થી વધુ કોર્પોરેટ ક્લાયન્ટ ઉમેર્યા છે. દેશભરમાં સંભવિત અને હાલના...
બિનનિવાસી ભારતીયો (NRI)ના બેન્ક એકાઉન્ટમાં એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 દરમિયાન 5.95 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ આવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં બમણા કરતાં...
અમેરિકાની ખાનગી કંપનીઓએ જાન્યુઆરી 2022માં આશરે ત્રણ લાખ નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કંપનીઓના આ છટણી સંકેત આપે છે કે ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે અમેરિકાના શ્રમ બજારમાં રિકવરી ખોરવાઈ ગઈ છે, એમ પે-રોલ ડેટા કંપની ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ (એડીપી)એ તેના અહેવાલમાં જણાવ્યું હતું.
એડીપીના ચીફ ઇકોનોમિસ્ટ નેલા રિચાર્ડસને ટાંકીને એક ન્યૂઝ એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ અને રોજગારી સર્જન પરની તેની નોંધપાત્ર અસરને કારણે 2022ના પ્રારંભમાં લેબર માર્કેટની રિકવરીમાં પીછેહટ આવી છે. જોકે આ અસર હંગામી રહે તેવી શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં નોકરીમાં કાપ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2020 પછીથી રોજગારીમાં તાજેતરના સમયગાળાનો સૌથી મોટો ઘટાડો થયો છે. 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ બાદ લીઝર અને હોટેલ ઉદ્યોગમાં સૌથી મોટી પીછેહટ થઈ છે. આ ઉદ્યોગોમાં નોકરીઓમાં 154,000નો કાપ મૂકાયો છે.
મૂડીઝ એનાલિટિક્સના સહયોગમાં એડીપી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલા અહેવાલ મુજબ સર્વિસ સેક્ટરમાં જાન્યુઆરીમાં રોજગારીમાં આશરે 2.74 લાખનો કાપ મૂકાયો હતો, જ્યારે ગૂડ્સ ક્ષેત્રમાં નોકરીમાં 27,000નો ઘટાડો થયો હતો.
વિવિધ કદની કંપનીઓમાં રિકવરીમાં અસંતુલન હોવાનો સંકેત આપતા અહેવાલમાં જણાવાયું છે કે મોટી કંપનીઓએ 98,000 કામદારોની છટણી કરી હતી, મધ્યમ કદની કંપનીઓએ 59,000 લોકોને છૂટા કર્યા હતા, જ્યારે નાના કદની કંપનીઓએ 144,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. અમેરિકાના શ્રમ વિભાગના બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના રોજગારી અંગેના માસિક અહેવાલના બે દિવસ પહેલા એડીપીએ આ અહેવાલ જારી કર્યો હતો. અમેરિકાના શ્રમ વિભાગના અહેવાલમાં જાહેર અને ખાનગી બંને રોજગારીના ડેટા આપવામાં આવે છે.
હોટેલ રોકાણકાર ડૉ. પ્રેમ કુમારે વુડબરી, મિનેસોટામાં 116-કી રેસિડેન્સ ઇન અને 120-કી કોર્ટયાર્ડ $27 મિલિયનમાં હસ્તગત કર્યા - રેસિડેન્સ ઇન માટે $15 મિલિયન અને...
નેપાળના ફૂડ ટેકનોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગે બે ભારતીય મસાલા બ્રાન્ડ્સ એવરેસ્ટ અને MDHની આયાત, વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તથા તેમાં...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 2 એપ્રિલથી ભારત પર 27 ટકા ટેરિફની જાહેર કરતાં જણાવ્યું હતું કે નવી દિલ્હી અમેરિકન માલ પર ઊંચી આયાત...
રિઝર્વ બેન્કે ગુરુવારે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બેલેન્સ શીટનું કદ 31 માર્ચ, 2024 સુધીમાં 11.08 ટકા વધી રૂ.70.48...
પ્રોપર્ટી વેબસાઇટ રાઇટમુવના જણાવ્યા મુજબ યુકેમાં પૂરવઠા કરતા માંગમાં વધારો થવાના કારણે યુકેમાં ઘર માટેની સરેરાશ આસ્કીંગ પ્રાઇસ £7,785થી વધીને £348,804 જેટલી થઇ છે....
સીઇઓ માર્ક ઝુકરબર્ગએ પોડકાસ્ટ દરમિયાન કરેલી ટિપ્પણી બદલ મેટા ઇન્ડિયાએ બુધવારે માફી માાગીને જણાવ્યું હતું કે ઝુકરબર્ગે અજાણતા આ ભૂલ કરી હતી. આ પોડકાસ્ટમાં...
વાઇબ્રન્ટ ફૂડ્સે પ્રીમિયમ નટ્સ એન્ડ સ્પાઇસિસ કંપની ‘ફૂડકો’ને હસ્તગત કરીને તેના ઝડપથી વિકસતા સાઉથ એશિયન ફૂડ પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે. એક મહિનામાં વાઇબ્રન્ટ ફૂડ્સનું...

















