બ્રિટનના 88 વર્ષના અંધ મહિલાની આંખમાં બેસાડાયેલી માઇક્રોચીપથી એક આંખે દેખાવાનું શરૂ થતાં આ દાદીમાની દૃષ્ટિશક્તિના પુનઃ પ્રસ્થાપનની આશા પ્રબળ બની છે. વય વધતા અનુભવાતી ડ્રાય એજ રીલેટેડ માક્યુલર ડીજનરેશનની તકલીફ સર્વસામાન્ય છે એકલા યુકેનાં છ લાખ લોકોને આ તકલીફ થતી હોય છે. રેટીના સેન્ટર દ્વારા ટ્રેપડોર ઉદભવની શસ્ત્રક્રિયા દ્વારા 2મી.મી. પહોળી માઇક્રોચીપ આંખમાં લગાવીને દરદીને વીડિયો કેમેરાવાળા વિશેષ ચશ્મા પહેરાવાય છે. આ ચશ્મા જે તે દરદીની કમર ઉપર લગાવતા નાના કોમ્પ્યુટર સાથે સંલગ્ન હોય છે. ચશ્મા ઉપર દૃશ્ય પડતા ચીપ તેને ઝડપી કોમ્પ્યુટરને પાઠવે છે. જેની પ્રક્રિયાથી ચશ્માને આદેશ મળીને જે તે દરદીને દેખાય છે.