ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 194 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. એક દિવસમાં મૃત્યુ પામનાર લોકોનો સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકની અંદર 6566 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગની અપડેટ અનુસાર, હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1,58,333 છે. આ જીવલેણ બીમારીથી અત્યાર સુધીમાં 4,531 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. પરંતુ સારવાર બાદ અત્યાર સુધીમાં 67,692 લોકો સજા થઇ ગયા છે.

હાલ દેશમાં 86,110 એક્ટિવ કેસ છે. કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત છે. અહીં 57 હજારની નજીક કોરોના સંક્રમિત લોકોના કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 1897 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ત્યારે તમિલનાડુમાં કુલ કોરોના કેસની સંખ્યા 18,545 છે, જેમાંથી 133 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 15,257 છે, જેમાંથી 303 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા 15,195 છે, જેમાંથી 938 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. 20મે ના રોજ 140 લોકોના મૃત્યુ થયા હતા. 21મે ના રોજ 132, 22મે ના રોજ 148, 23મે ના રોજ 137, 24મે ના રોજ 147, 25મે ના રોજ 154, 26મે ના રોજ 146, 27મે ના રોજ 170 આજે એટલે કે 28મે ના રોજ 194 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

ત્યારે 22મેથી દરરોજ કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 6 હજારને પાર જઇ રહી છે. 22મે ના રોજ 6088, 23મે ના રોજ 6654, 24મે ના રોજ 6767, 25મે ના રોજ 6977, 26મે ના રોજ 6535, 27મે ના રોજ 6387 અને આજે એટલે કે 28મે ના રોજ 6566 નવા કેસ સામે આવ્યા છે. એટલે કે દિવસેને દિવસે નવા કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.