ભારતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આ જીવલેણ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 78 લાખથી વધી ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર લોકોએ કોવિડ-19ને કારણે જીવ ગુમાવ્યા છે. આરોગ્ય મંત્રાલયે શનિવાર સવારે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 57,370 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન 650 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 78,14,682 પર પહોંચી ગયો છે. તેમાંથી 70,16,046 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અને લોકોના સંક્રમણ મુક્ત થવાનો રાષ્ટ્રીય દર 89.78 ટકા પર પહોંચ્યો છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6,80,680 છે, જે કુલ કેસના 8.71 ટકા છે. ICMR જણાવ્યા મુજબ, 23 ઓક્ટબર સુધી કુલ 10,13,82,564 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી શુક્રવારે 12,69,479 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.