દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના એક નિવેદનમાં જણાવ્યા મુજબ વિશ્વવ્યાપી કોરોના વાઇરસની મહામારીના મુદ્દે દિલ્હી એરપોર્ટ વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ માટેના રેન્કિંગમાં દિલ્હી એરપોર્ટેને 5માંથી 4.6 પોઈન્ટ્સ મળ્યા છે.
કોવિડ-19ના નિયમોના અમલમાં દિલ્હી એરપોર્ટ વિશ્વમાં બીજા ક્રમે રહ્યું હતું. વિશ્વના ટોચના ૨૦૦ એરપોર્ટ પર આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટેના એરપોર્ટ પર જે પ્રયાસ થાય છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ મોનિટર સેફ ટ્રાવેલ બેરોમીટરે પાંચ પોઈન્ટ્સના આધારે મૂલ્યાંકન કર્યું હતું. જે બાબતે સિંગાપોરના ચાંગી એરપોર્ટને સૌથી વધુ ૪.૭ પોઈન્ટ્સ મળ્યા છે. ત્યારબાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો નંબર છે. દિલ્હી એરપોર્ટ ઉપરાંત જર્મનીના ફ્રેકફર્ટ એરપોર્ટ અને ચેંગડુ એરપોર્ટને પણ ૪.૬ પોઈન્ટ્સ મળ્યા હતા. સેફ ટ્રાવેલ બેરોમીટર એરપોર્ટ પર આરોગ્ય અને સુરક્ષાની બાબતનું નિરીક્ષણ કરે છે. વિશ્વભરના એરપોર્ટ પર આરોગ્ય અને સલામતીના નિયત નિયમોનો કેવી રીતે અમલ કરવામાં આવે છે તે બાબતે રીપોર્ટ તૈયાર થયા પછી આ રેન્ક આપવામાં આવે છે.