. (Photo by Ritam Banerjee/Getty Images for Paramount Pictures)

દીપિકા પદુકોણ અને રિતિક રોશન અભિનિત નવી ફિલ્મ ‘ફાઈટર’ અંગે ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલે છે, આ ફિલ્મમાં પ્થમવાર રિતિક-દીપિકા સાથે જોવા મળશે. આ ફિલ્મની આગોતરી તૈયારી ઝડપથી ચાલી રહી છે અને તેનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેની રિલિઝ-ડેટ પણ આવી ગઈ છે. સિધ્ધાર્થ આનંદના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે 23 જાન્યુઆરીએ પ્રદર્શિત કરવામાં આવશે.

અગાઉ આ ફિલ્મ વર્ષ 2022માં રિલિઝ કરવાની યોજના હતી. પણ હવે આ બંને કલાકારોના ફેન્સને આ ફિલ્મ જોવા લાંબી રાહ જોવી પડશે. તાજેતરમાં રિતિક-દીપિકાએ તેમની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, તેને પગલે દર્શકોમાં પણ આ ફિલ્મ અંગે ઉત્સુકતા વધી છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં ઘણા હવાઈ-એક્શન અને ફાઈટિંગ સીન્સ પણ જોવા મળશે. સંભવત: આ ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ બની રહે તો પણ નવાઈ નહીં. આ ફિલ્મ ભારત સાથે વૈશ્વિક દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આથી જ આ ફિલ્મની પટકથા ઘણા લાંબા સમયથી લખવામાં આવી રહી છે. સિધ્ધાર્થ આનંદ સાથે રિતિક રોશને અગાઉ ‘બેંગબેંગ’ અને ‘વોર’ ફિલ્મમાં કામ કર્યું છે.