Getty Images)

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક વધુ ચોંકાવી દે તેવું નિવેદન આપ્યું છે. ન્યૂ હૈમ્પશાયરમાં સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, મને નથી લાગતું કે કમલા હેરિસ ઉપપ્રેસિડેન્ટ બનવાના લાયક છે. મને એવું પણ લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પને અમેરિકાની પહેલી મહિલા પ્રેસિડેન્ટ બનાવવી જોઈએ. ટ્રમ્પ તુલના તો વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવારની કરી રહ્યા હતા, પરંતુ સીધા પ્રેસિડેન્ટ પર આવી ગયા. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટી માત્ર અમેરિકન લોકોને સપના સપના દેખાડી શકે છે, એ ક્યારેય પુરા નહીં થઈ શકે.

ટ્રમ્પે કમલા હેરિસની યોગ્યતા અંગે સીધા સવાલ કર્યા હતા. કહ્યું કે, એ તો પ્રેસિડેન્ટ બનવાની રેસમાં હતા પણ હવે ઉપપ્રેસિડેન્ટ બનવાના પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા આ પદ માટે વધુ સારી ઉમેદવાર છે. હું એવું પણ કહીશ કે ઈવાન્કા જ અમેરિકાની પહેલી મહિલા પ્રેસિડેન્ટ બને. આ રોલ માટે તે સૌથી વધુ યોગ્ય ઉમેદવાર છે. હવે તો લોકો પણ કહેવા લાગ્યા છે કે તે ઈવાન્કાને આ મહત્વપૂર્ણ પદો પર જોવા માંગે છે.

જેમાં કમલાની કોઈ ભૂલ નથી. રિપબ્લિકન પાર્ટીના કન્વેશનમાં પણ ટ્રમ્પે જો બાઈડન પર નિશાન સાધ્યું હતું. ત્યારપછી તેમણે કમલા હેરિસ પર પણ કટાક્ષ કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીનો આરોપ છે કે હેરિસ અમેરિકામાં વંશવાદને પ્રોત્સાહન આપી રહી છે અને ડેમોક્રેટ્સ તેમનો સાથ આપી રહ્યા છે. તે એશિયન અને આફ્રીકન અમેરિકન લોકો વચ્ચે પણ અંતર વધારી રહ્યા છે.

ટ્રમ્પનો આરોપ છે કે અમેરિકન મીડિયાનો એક હિસ્સો તેમને જાણીજોઈને નિશાન બનાવે છે કારણ કે તે સાચું કહે છે. ન્યૂ હૈમ્પશાયરની રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, હું વાયદો કરું છું કે આપણે આ ચૂંટણી જીતીશું અને અમેરિકાને પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબૂત બનાવીશું. અમારી નીતિઓ પર સવાલ ઉઠાવનારા લોકો કદાચ અત્યાર સુધી તેને સમજી જ શક્યા નથી.