દેશના અર્થતંત્રની સ્થિતિ અંગે મોદી સરકાર સામે પ્રશ્રો ઉઠાવતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર મંદી શબ્દ સ્વીકારવા જ તૈયાર નથી.
તેમણે જણાવ્યું છે કે વાસ્તવિક ખતરો એ છે કે જો સમસ્યાઓની ઓળખ જ નહીં કરવામાં આવે તો સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વસનીય ઉકેલ મળવાની સંભાવના નહીવત છે. મોન્ટેક સિંહ આહલુવાલિયના પુસ્તકના વિમોચન પ્રસંગે ડો. સિંહે જણાવ્યું છે કે આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષે યુપીએ સરકારની સિદ્ધિઓની સાથે નબળાઇઓનું પણ વર્ણન કર્યુ છે.
પૂર્વ વડાપ્રધાને જણાવ્યું છે કે મને લાગે છે કે આવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઇએ કારણકે આજે એવી સરકાર છે જે મંદી જેવા કોઇ પણ શબ્દને સ્વીકારવા જ તૈયાર નથી. મારા મત મુજબ આપણા દેશ માટે આ સિૃથતિ યોગ્ય નથી.
તેમણે જણાવ્યું હતું કે જો તમે એ સમસ્યાઓની ઓળખ નહીં કરો જેનો તમે સામનો કરી રહ્યાં છો તો તમને સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વસનીય ઉકેલ મળવાની સંભાવના નથી. આ એક ગંભીર ખતરો છે.
મનમોહન સિંહે જણાવ્યું છે કે આ પુસ્તક દેશના વિકાસ માટે ખૂબ જ મદદરૃપ સાબિત થશે. સિંહે ૧૯૯૦ના દાયકામાં આૃર્થતંત્રના ઉદારીકરણમાં તેમને ટેકો આપવા માટે પૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવ, પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાની ભૂમિકાની પ્રશંસા કરી હતી.