પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ઉમર અકમલ વિરુદ્ધ ભ્રષ્ટચાર વિરોધી તપાસ પડતર હોવાથી તાત્કાલિક અસરથી તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કર્યો છે. ઉમર અકમલ સામે PCBના એન્ટી-કરપ્શન યુનિટ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાથી તે કોઈ પણ પ્રકારની ક્રિકેટમાં કે એટલે કે ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં તે ભાગ લઈ શકશે નહીં, તેમ બોર્ડે આજે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. તેની સામે તપાસ થઈ રહી છે, PCB આ અંગે વધુ કંઈ પણ ટીપ્પણી કરશે નહીં. અકમલ દ્વારા કઈ બાબત અંગે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે અંગે કોઈ ચોક્કસ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો નથી. દરમિયાન અકમલની PSL ટીમ ક્વેટા ગ્લેડિયેટર્સે ગુરુવારથી શરૂ થવા જઈ રહેલી 2020ની એડિશન અગાઉ તેની જગ્યાએ અન્ય ખેલાડીને બદલવા માટે અરજી કરવા પરવાનગી માંગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 29 વર્ષિય પાકિસ્તાની ખેલાડી અકમલ છેલ્લે ઓક્ટોબરમાં પાકિસ્તાન વતી રમ્યો હતો. તે પાકિસ્તાન વતી 16 ટેસ્ટ મેચ, 121 વન-ડે અને 84 T-20 રમ્યો છે.