દિલ્હીમાં આજે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 2.7ની હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે 1.26 વાગ્યે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દિલ્હી જ હતું. જોકે, આ ઘટનામાં હજી સુધી કોઈ જાન-માલને નુકશાન થયું હોય તેવી કોઈ જાણકારી મળી નથી. પરંતુ સતત બીજા દિવસે અનુભવાયેલા ભૂકંપના આંચકાથી લોકો ચિંતિત થઈ ગયા છે.
આ અગાઉ રવિવારના રોજ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 5.45 વાગ્યે 3.5 તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 3.5ની હતી પરંતુ સ્થાનીક લોકોનું કહેવું હતું કે ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ કરતા વધારે તિવ્ર હતા.
રવિવાર અને સોમવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર પૂર્વ દિલ્હી જ હતું. કાલે જમીનથી આઠ કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્ર હતું જ્યારે આજે માત્ર પાંચ કિલોમીટર નીચે જ ભૂકંપનું કેન્દ્ર હતું. જાણકારોનું કહેવું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનની 15-20 કિલોમીટર અંદર હોય તો રિક્ટર સ્કેલ પર તીવિર્તા પણ વધારે હોય છે અને ભૂકંપના આંચકા પણ વધારે વિસ્તારમાં અનુભવાતા હોય છે.