દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 વર્લ્ડ કપની મેચ દરમિયાન ઇંગ્લેન્ડના જો બટલર (ANI Photo)

ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 30 ઓક્ટોબરે ટક્કર થઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની શરમજનક હાર થઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયન ટીમને ઈંગ્લેન્ડના બોલર્સે ઘૂંટણિયે પાડી દીધા હતા. ઓસ્ટ્રેલિયા 20 ઓવરના અંતે 10 વિકેટ ગુમાવીને 125 રન જ બનાવી શકી હતી. બોલિંગથી ઓસ્ટ્રેલિયાને કચડ્યા બાદ ઈંગ્લેન્ડના બેટર જોશ બટલરે ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.

બટલરે 32 બોલમાં 71 રનોની વિસ્ફોટ ઈનિંગ્સ રમી હતી. અને અંતે 11.4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને 126 રન બનાવી ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી શાનદાર જીત મેળવી હતી.

આ જીત સાથે જ ઈંગ્લેન્ડના પોઈન્ટ ટેબલમાં 6 અંક થઈ ગયા છે અને તે સેમિફાઈનલ માટે ક્વોલિફાયની એકદમ નજીક પહોંચી ગઈ છે. તેની રન રેટ +3.95 થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ હાર સાથે જ ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે અને ચાર અંક સાથે તેની રન રેટ -0.627 થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ શરૂઆત સાથે 20 ઓવરમાં 125 રન જ બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન એરોન ફિન્ચે 49 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. જ્યારે એશ્ટન અગરે છઠ્ઠી વિકેટ માટે 47 રનોની પાર્ટનરશિપ કરી હતી. ઈંગ્લેન્ડ તરપથી બટલર અને જેસન રોય દ્વારા 11.4 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 126 રન બનાવીને જીત હાંસલ કરી હતી.

ઈંગ્લેન્ડ તરફથી જોશ બટલરે વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. તેણે 32 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. જ્યારે જેસન રોયે 22 રન બનાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડની જીત એકદમ સરળ બની ગઈ હતી. અને 12 ઓવરની અંદર જ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિશ જોર્ડન 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ટાયલમ મિલ્સ અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ ઝડપી હતી.