રવિવારે ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીના નેતાઓ સુરેશ પચૌરી અને ગિરજા શંકર શર્મા સાથે મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ.. (ANI Photo)

આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે ભારતના વિરોધ પક્ષોએ સાથે મળીને બનાવેલા ઇન્ડિયા નામના ગઠબંધનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો હતો. સનાતન ધર્મ અંગેના વિવાદ વચ્ચે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને ઓક્ટોબરમાં ભોપાલમાં યોજાનારી તેમની જાહેરસભાને રદ કરી દીધી હતી. આ અંગેની જાહેરાત મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમનાથને શનિવારે કરી હતી. હજુ તો આ સપ્તાહની શરૂઆતમાં વિપક્ષના ઇન્ડિયા ગઠબંધને જણાવ્યું હતું કે તે ભોપાલમાં વિપક્ષની પ્રથમ સંયુક્ત જાહેરસભા યોજશે.

ઇન્ડિયા ગઠબંધનની જાહેરસભા રદ કરવા અંગેના કમલનાથના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહે જણાવ્યું હતું કે સનાતન ધર્મ વિરુદ્ધની ટીપ્પણી સામે જનતાના રોષને કારણે આ જાહેરસભા રદ કરાઈ છે. મધ્યપ્રદેશના લોકોમાં સનાતન ધર્મ વિરોધી ટિપ્પણીને લઈને ગુસ્સો અને દુ:ખ છે. વિપક્ષોને ડર હતો કે લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠશે. તેથી વિપક્ષને જાહેર સભા રદ કરવાની ફરજ પડી છે. વિપક્ષી ગઠબંધને ભાન થયું છે કે આ ટિપ્પણીઓએ આપણી શ્રદ્ધા પર હુમલો કર્યો છે.

વિપક્ષની જાહેરસભા અંગેના સવાલના જવાબમાં કમલનાથે જણાવ્યું હતું કે જાહેરસભા યોજાશે નહીં. તેને રદ કરાઈ છે. બીજી તરફ એક પ્રશ્નના જવાબમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી જનરલ સેક્રેટરી રણદીપ સિંહ સુરજેવાલાએ પણ કહ્યું હતું કે પાર્ટીના વડાએ ભોપાલમાં ઈન્ડિયા ગઠબંધનની રેલી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. એકવાર નિર્ણય લેવામાં આવશે ત્યારે અમે પુષ્ટિ કરીશું

આ સપ્તાહની શરૂઆતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારના નિવાસસ્થાને મળેલી વિપક્ષની સંકલન સમિતિની બેઠક પછી વિપક્ષી ગઠબંધને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ભોપાલમાં તેમની પ્રથમ સંયુક્ત રેલી યોજવાનો નિર્ણય કર્યો હતો. પવારના નિવાસસ્થાને બેઠક પછી કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું હતું કે મોંઘવારી. બેરોજગારી અને ભાજપ સરકાર હેઠળ ભ્રષ્ટાચાર પર આ જાહેર સભામાં ધ્યાન કેન્દ્રીત કરાશે.

LEAVE A REPLY

seventeen − seven =