પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિન્ટર ઓલિમ્પિક્સ અગાઉ ચીન દ્વારા વાઇરસ વિરોધી પ્રવાસના માપદંડોને કડક બનાવાતા હોંગકોંગે તેના એરપોર્ટ ખાતે 150થી વધુ દેશોના ટ્રાન્ઝિસ્ટ મુસાફરો પર ગત સપ્તાહે પ્રતિબંધની જાહેરાત કરી છે.

ચીનની જેમ, હોંગકોંગે પણ સમગ્ર મહામારી દરમિયાન વિશ્વના કેટલાક કડક પગલાં લેવાનું જાળવી રાખ્યું છે, જેમાં અઠવાડિયા જેટલું લાંબુ ક્વોરન્ટાઇન, લોકડાઉન અને સામૂહિક ટેસ્ટીંગનો સમાવેશ થાય છે.

ચીનના બિઝનેસના આ મુખ્ય કેન્દ્રે કોવિડ-19ના સંક્રમણના આધારે વિવિધ દેશોને જુદી જુદી શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા છે. 153 દેશોને ગ્રુપ A તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે – ત્યાંથી આવનારાઓએ 21 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

હોંગકોંગ એરપોર્ટે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ જેણે છેલ્લા ત્રણ અઠવાડિયા આ દેશોમાંથી કોઈપણમાં પસાર કર્યા હશે તેના પર રવિવારથી મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ગ્રૂપ Aના આઠ દેશો- જેવા કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, ભારત, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બ્રિટન અને અમેરિકા પર અગાઉથી જ હોંગકોંગ આવવાનો સંપૂર્ણ પ્રતિબંધ છે.

આ શહેર અત્યારે ઓમિક્રોન વેરિઅન્ટના નાના પ્રકોપ સામે લડી રહ્યું છે. આ દરમિયાન કેથે પેસિફિક ફ્લાઇટના ક્રૂએ હોમ ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ કરતા તેમને પરત જવું પડ્યું હતું.

હોંગકોગમાં સત્તાધિશોએ સાંજે 6 વાગ્યા પછી જીમ અને રેસ્ટોરાં બંધ કરવા સહિતના કડક સામાજિક અંતરના નિયમો ફરીથી લાગુ કર્યા છે અને જણાવ્યું હતું કે, નિયમોના ભંગ બદલ કેથે પેસિફિક સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

અન્ય એરલાઇન્સે હોંગકોંગના ક્વોર્ન્ટાઇન અંગેના નિયમોને કારણે ત્યાં જવાનું બંધ કર્યું છે.