Getty Images)

સુશાંત રાજપૂતના મોત બાદ રવિના ટંડને સોશિયલ મીડિયા પર બોલિવૂડની પોલ ખોલી નાખી છે. ફરી એક વાર તે પોતાના સ્ટ્રગલિંગના દિવસોને યાદ કરી રહી છે.રવિનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, બોલિવૂડમાં લોકો પોતાને ઘમંડી સમજી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીઝમાં મારુ કોઈ ગોડફાધર નહોતું. હું એક પણ કેમ્પનો ભાગ રહી નથી. મારી સાથે કોઈ એવો હિરો નહોતો જે મને પ્રમોટ કરી શકે.

તે સમયે મેં ઘણુ બધુ સહન કર્યુ છે. મારા પર ઘણા વાહિયાત આર્ટિકલ પણ લખાયા હતાં. એટલા માટે લખાયા હતાં કે હું તૂટી જાઉ.રવિનાએ આગળ વાત કરી કે, હું ફિલ્મોમાં રોલ માટે ક્યારેય કોઈ હિરો સાથે સૂતી નથી. અનેક કેસમાં મને અભિમાની પણ કહેવામાં આવી હતી. કેમ કે લોકોની આશા અનુસાર હું કામ નહોતી કરતી. મેં કોઈના ઈશારા પર કામ નથી કર્યું. હિરોના કહેવા પર ન તો ઉઠતી હતી, કે ન તો બોલતી હતી.

આજે જે રીતે બોલિવૂડમાં નેપોટિઝમની વાત થઈ રહી છે, તે પ્રમાણે ઈનસાઈડર્સ અને આઉટસાઈડર્સની વાતો થઈ રહી છે. પણ દરેક જગ્યાએ તમારે લડવુ પડે છે. રવિનાએ વાત કરી કે, મને જેટલી દબાવવાની કોશિશ કરી, મેં તેટલી જ મજબૂતીથી લડાઈ લડી. નેપોટિઝમ અને ગંદુ રાજકારણ દરેક જગ્યાએ છે જ.