ભારતીય પુરૂષ હોકી ટીમે શુક્રવારે હાંગઝુના ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમ ખાતે જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. (ANI Photo)

એશિયા ગેમ્સમાં ભારતીય પુરૂષ હોકી ટીમે શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આની સાથે ભારત આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયું હતું. મેચમાં ભારતીય ટીમે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને 5 ગોલ કર્યા હતા જ્યારે તેમના વિરોધીઓ માત્ર એક ગોલ કરી શકી હતી. આ જીત સાથે ભારતીય પુરૂષ હોકી ટીમે 2024 પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું હતું.

ભારતના ખેલાડીઓનું આ વખતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું.

એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતે અગાઉ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા મેળવી હતી.

LEAVE A REPLY

18 + 1 =