ભારતનું ફોરેક્સ રીઝર્વ 3.293 બિલિયન ડોલર વધીને 696.61 બિલિયન ડોલર થયું હતું. રીઝર્વ બેન્કે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના સપ્તાહમાં વિદેશી હુંડિયામણ 4.368 બિલિયન ડોલર વધીને 693.318 બિલિયન ડોલર નોંધાયું હતું. અગાઉ ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 18.4 કરોડ ડોલર વધીને 559.612 બિલિયન ડોલર થઈ હતી. જ્યારે ગોલ્ડ રીઝર્વ 2.956 બિલિયન ડોલર વધીને 113.32 બિલિયન ડોલર થયું હતું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સમક્ષ ભારતનું રીઝર્વ 9.3 કરોડ ડોલર વધીને 4.875 બિલિયન ડોલર થયું હતું.

LEAVE A REPLY