જાહ્નવી કપૂર હાલ પોતાની બીજી ફિલ્મ ‘ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ’ની રિલીઝને લઇને ઉત્સાહિત છે. ઉપરાંત તે ‘દોસ્તાના ટુ’નું શૂટિંગ કરી રહી છે. બોલીવૂડમાં હિરોઇનોને હીરોની સરખામણીમાં મળતા ઓછા મહેનતાણાથી જાહ્નવી નારાજ છે.” મારા હિસાબે એક આઇડિયલ વર્લ્ડમાં એક એકટર અથવા એકટ્રેસને તેનું મહેનતાણું, એક ફિલ્મમાં જેટલા દિવસનું કામ હોય એના હિસાબે મળવું જોઇએ. ફિલ્મમાં તેની બ્રાન્ડ વેલ્યુ પર આધારિત હોવી જોઇેએ.દીપિકા પદુકોણ એક સોલો ફિલ્મમાં બોક્સ ઓફિસ પર જેટલી સફળ થઇ શકે છે, જે ઘણા હીરો કરી શકે એમ નથી. જોકે દીપિકાની ફી વિશે હું જાણતી નથી. પરંતુ દરેકને બોક્સ ઓફિસ ઓપનિંગ હિસાબથી પેમેન્ટ મળવું જોઇએ. હું આ વાત એક ઉદાહરણ તરીકે કહું છું,” તેમ જાહ્વીએ કહ્યું હતું.તેણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ” ભવિષ્યમાં જો હું ટોચની અભિનેત્રી બનીશ તો હું મારી રીતે ફીની માંગણી કરીશ. સલમાન અને શાહરૂખ આજે બોક્સ ઓફિસના એક્કા ગણાય છે. તેમની ફિલ્મોનું કલેકશન પહેલા જ દિવસે ગેરન્ટી માનવામાં આવે છે. તેથી તેમના પર પૈસા લગાવવામાં કોઇ નિર્માતાને ખચકાટ થતો નથી થતો. તેમની ફિલ્મોનું આઉટકમ ગેરન્ટીવાળું હોય છે.”