/PTI Photo)(PTI09-07-2020_000058B)

સ્કિલ ઈન્ડિયા મિશનના પાંચ વર્ષ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સંબોધન કરતા દેશમાં પ્રવર્તમાન કોરોના મહામારીના સંકટ વચ્ચે જો પ્રસ્તુત રહેવું હોય તો કૌશલ્ય જ કામ લાગશે. વડાપ્રધાને આ માટે લોકોને ફરીથી કૌશલ્યવાન અને પોતાના કૌશલ્યને નીખારવા આહ્વાન કર્યું હતું. મોદીએ જણાવ્યું કે, કૌશલ્ય સમાયતીત છે અને તે સમયની સાથે વધુ બહેતર થતું રહે છે તેમજ તે તમને બીજા લોકોથી જુદા પાડે છે.

વિશ્વમાં વર્તમાન સમયે ઝડપથી બદલાતા પ્રવાહમાં લાખો કૌશલ્યવાન લોકોની જરૂર રહેલી છે અને આવા લોકો માટે, ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સંભાવનાઓ રહેલી છે.કોરોના કાળમાં આ પ્રશ્ન મહત્વનો બની ગયો છે. મારી પાસે આનો એક જ ઉત્તર છેઃ વર્તમાન સમયમાં પ્રસ્તુત રહેવાનો મંત્ર છે.

રી-સ્કિલ અને અપસ્કિલ અર્થા તમારા કૌશલ્યને નીખારો અને વધારો. લોકડાઉનમાં વતન પરત ફરેલા લાખો પરપ્રાંતિય મજૂરોને ટાંકીને વડાપ્રધાને જણાવ્યું કે, આ લોકો અલગ પ્રકાશનું કૌશલ્ય ધરાવે છે અને તેઓ હવે ગામડાંને સુંદર બનાવવામાં લાગી ગયા છે. કોઈ શાળાને રંગરોગાન કરી રહ્યું છે તો કોઈ નવી ડિઝાઈનના ઘર બનાવી રહ્યું છે.