covid-19 is no longer a global pandemic: WHO announcement

ફ્રાંસની હેલ્થ એજન્સીએ તાજેતરમાં જાહેર કરેલા એક અઠવાડિક સર્વેમાં જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન, કોરોના વાઇરસનો મુખ્ય વેરિઅંટ બની ગયો છે અને છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણના કેસમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ કરવામાં આવેલા કુલ ટેસ્ટમાંથી 62.4 ટકા ટેસ્ટમાં ઓમિક્રોન વેરીઅન્ટ જોવા મળ્યો છે, જ્યારે તેની અગાઉ થયેલા ટેસ્ટમાં માત્ર 15 ટકા ટેસ્ટમાં જ ઓમિક્રોન જોવા મળ્યો હતો. ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ચેપી હોવાથી તેના વધુ ફેલાવાની અગાઉથી અપેક્ષા હતી. તે બ્રિટન અને પોર્ટુગલ સહિત અન્ય યુરોપિયન દેશોમાં વ્યાપક બની રહ્યો છે.
આ વેરીઅન્ટને કારણે અત્યારના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે.
ગત સપ્તાહે ફ્રાંસની હોસ્પિટલોમાં કોવિડ -19 દર્દીઓની સંખ્યા 18 હજારથી વધુ નોંધાઇ હતી અને તેમાં 3500થી વધુ દર્દીઓ આઇસીયુમાં સારવાર હેઠળ હતા.
સંક્રમણનો સામનો કરી રહેલી સરકારે લોકોને ઘરેથી કામ કરવાના અને જાહેર કાર્યક્રમોમાં મર્યાદિત સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખવા બાબતે નવા નિયંત્રણો જાહેર કર્યા છે. વર્ષ 2019ના અંતથી ચીનમાંથી પ્રસરેલા આ વાઇરસને કારણે ફ્રાંસમાં અત્યાર સુધીમાં 123,552 લોકોના મૃત્યુ થયા છે.