ઓસ્કાર એવોર્ડઝ 2020માં આ વર્ષે સાઉથ કોરિયાની ફિલ્મે ચાર એવોર્ડઝ મેળવીને ફિલ્મી દુનિયામાં હલચલ મચાવી છે. પ્રથમવાર કોઈ સાઉથ કોરિયન ફિલ્મ ઓસ્કાર એવોર્ડ મેળવવામાં સફળ બની છે. ઓસ્કારમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતનારી આ પ્રથમ નોન-ઈંગ્લિશ ફિલ્મ બની છે. સાઉથ કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ને 2020ના એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
આ ફિલ્મનું જ્યારે ઓસ્કાર માટે નામાંકન થયું ત્યારે તેના અંગે ખૂબ જ ચર્ચા થઈ હતી, પરંતુ આ ફિલ્મને એવોર્ડ મળે તેમાં થોડી સમસ્યા પણ હતી. ફિલ્મ ‘પેરાસાઈટ’ અને ફિલ્મ ‘1917’ વચ્ચે એવોર્ડ માટે તીવ્ર સ્પર્ધા હતી. શરૂઆતમાં ‘પેરાસાઈટ’નો દેખાવ ‘1917’ સામે નબળો હતો પરંતુ જેમ-જેમ ઓસ્કાર નજીક આવ્યો તેમ તેમ તેની સંભાવના પ્રબળ બની હતી.
આ ફિલ્મને શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ ઈન્ટરનેશનલ ફિચરની કેટેગરીઝમાં ઓસ્કાર એવોર્ડ મળ્યા છે.