(Getty Images)

પાકિસ્તાનમાં વિદેશી મહિલાની સાથે કારમાં ખેંચીને દુષ્કર્મ કર્યાની ઘટનાને લઇ દેશ જ નહીં દુનિયાભરમાં આલોચના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દેશમાં બળાત્કારીઓ અને જાતીય દુર્વ્યવહાર કરનારઓને જાહેરમાં ફાંસી કે પછી તેમને રાસાયણિક નસબંધી કરી દેવાની ભલામણ કરી દીધી છે.

ઇમરાન ખાને જાતીય દુર્વ્યવહાર કરનારાઓનું એક નેશનલ રજીસ્ટર બનાવાનું આહ્વાન કર્યું છે. પાકિસ્તની પીએમે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે તેમને લાગે છે કે બળાત્કારીઓને તાત્કાલિક રાસાયણિક નસબંધી કરાવાની જરૂર છે.