જમ્મુ કશ્મીર અને નાગરિકતા અંગેના નવા કાયદા જેવા મુદ્દે ભારત વિરોધી પ્રચાર કરી રહેલા પાકિસ્તાને અણુશસ્ત્રથી સજ્જ કરી શકાય એવા ક્રૂઝ મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું હોવાનો દાવો કર્યો હતો.આવતા સપ્તાહે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાન જાણે ભારતને ડારવા માગતું હોય કે દેખાડી દેવા માગતું હોય એમ ક્રૂઝ મિસાઇલ રાડ ટુનું ટેસ્ટિંગ કર્યું.આ મિસાઇલ 600 કિલોમીટર દૂરના નિશાનને વીંધી શકે છે એવો દાવો પાકિસ્તાનના સંરક્ષણ ખાતાએ કર્યો હતો. પાકિસ્તાનના લશ્કરના મિડિયા વિભાગે જણાવ્યું હતું કે આ મિસાઇલ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે અને જમીની તેમજ દરિયાઇ હુમલાનો જોરદાર પ્રતિકાર કરવા સક્ષમ છે. અમે એનું સફળ પરીક્ષણ કરી શક્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ.