(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કહેવાય છે કે સંજયલીલા ભણશાળીની બહુચર્ચિત વેબસીરિઝ ‘હીરામંડી’માં માધુરી દીક્ષિત અને રેખા લગભગ 20 વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. આ વેબસીરિઝ સાથે સોનાક્ષી સિંહા અને હુમા કુરૈશી જેવી અભિનેત્રીઓના નામ પણ સંકળાયેલા છે. જોકે સંજયે આ નામોની જાહેરાત નથી કરી અને આ બાબતે તેણે વધુમાં કંઇ જણાવ્યું પણ પણ નથી. માધુરી દીક્ષિત અને રેખા છેલ્લે ‘લજ્જા’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ બંને અભિનેત્રીઓ ઓટીટી પર આવી રહી છે ત્યારે ‘હીરામંડી’ એક મહત્ત્વની વેબસીરિઝ બની રહેશે.