(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

સૈફઅલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાન ફિલ્મોમાં ભલે ઓછી જોવા મળી હોય પરંતુ સોશિયલ મીડિયામાં તેનો દબદબો છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ તો ઇન્સ્ટાગ્રામ પર તે વધુ સક્રિય રહે છે. તે જ્યારે પણ કોઇ શૂટિંગ કે પ્રવાસ કરતી હોય છે, ત્યારે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. સારાના ઇન્સ્ટાગ્રામ પર ૩૦ મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી દીધો છે. ઓછા સમયમાં આ સંખ્યા પર પહોંચનારી સારા પોતાની પેઢીની એકમાત્ર અભિનેત્રી છે. સારા પોતાની પ્રથમ ફિલ્મની સાથે જ વર્ષ ૨૦૧૮માં ઇન્સ્ટાગ્રામ પર સક્રિય થઇ હતી ત્યારથી તેણે આજ સુધીમાં આ સિદ્ધિ મેળવી છે. સારાએ ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારથી તે ચર્ચામાં રહી છે. અત્યારે તેની વરુણ ધવન સાથેની ફિલ્મ કુલી નંબર વન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી, જોકે તે વધુ સફળ થઇ નથી.
હવે તે અક્ષયકુમાર સાથે નવી ફિલ્મમાં જોવા મળશે.