ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને શનિવારે સવારે હાર્ટ એટેક આવ્યા પછી કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલી સવારે જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સૌરવે ઘરમાં જ જીમ બનાવ્યુ છે અને ત્યાં આ સમસ્યા ઊભી થઇ હતી. દુખાવા પછી તાત્કાલિક ગાંગુલીને કોલકાતાની પ્રાયવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અત્યારે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને તેમના પર એન્જિયોપ્લાસ્ટી પણ કરવી પડે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, આ કાર્ડિયાર્ક અરેસ્ટનો કેસ છે. જોકે ચિંતાની કોઈ બાબત નથી અને ગાંગુલીની તબિયત એકદમ સ્થિર છે. ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે ટ્વીટર દ્વારા જણાવ્યું હતું કે, મેં આ અંગે દાદાના પરિવારજનો સાથે વાત કરી છે. તેમની તબિયત સારી છે. તેઓ ઝડપથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યો છે.