બોલિવૂડની અભિનેત્રી શર્લિન ચોપડાનો 23 જુલાઈ 2012માં પ્રેસ કોન્ફરન્સ દરમિયાનની ફાઇલ તસવીરા (STRDEL/AFP/GettyImages)

બોલીવૂડની અભિનેત્રી શર્લિન ચોપડાએ મોટો ખુલાસો  કર્યો કે જાણીતા ક્રિકેટરો અને સુપર સ્ટાર્સની પત્નીઓ પણ નશીલા પદાર્થનું સેવન કરે છે. શર્લિને જણાવ્યુ હતું કે તેણે કેકેઆર (કોલકાતા નાઇટ રાઇડર્સ)ની આફટર મેચ પાર્ટીમાં ક્રિકેટર્સ અને સુપરસ્ટાર્સની પત્નીઓને વોશરૂમમાં ડ્રગ્સનું સેવન કરતા જોઇ હતી. તે જયારે વોશરૂમમાં ગઇ ત્યારે મોટા ક્રિકેટર્સ અને સ્ટાર્સની પત્નીઓ સફેદ કલરનો પાવડર સ્મોક કરાત મનજરે પડી હતી.

આ સાથે જ વધુ  ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીમાં સામેલ લોકોમાં કેકેઆરના ક્રિકેટર્સ તેમની પત્નીઓ અને તેમના મિત્રો એવા સુપરસ્ટાર, ટીમના માલિક અને તેની સાથ સંકળાયેલા અન્ય લોકો પાર્ટીમાં હાજર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કેકેઆરએ ઇંન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા ફ્રેન્ચાઇઝી છે. બોલીવૂડના  કીંગ શાહરૂખ ખાન આ ફ્રેન્ચાઇઝીના માલિક છે.

શર્લિન ચોપડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બહારના લોકોને કદાચ આંચકો લાગે પણ બોલીવૂડના લોકોને ખબર છે કે બોલીવૂડની કઇ વ્યકિત કોકેન લે છે અને કઇ વ્યકિત ડ્રગ્સ લીધા વગર કામ કરી શકતી નથી. આ સાથે તેણે પાર્ટીમાં કોને-કોને ડ્રગ્સનું સેવન કરતા જોયા હતા તે તમામ વ્યકિતઓ યાદ છે અને સમય આવે આ તમામ હકીકત જણાવીશ.