યુકેમાં નવા વડાપ્રધાન બનવા માટે ભારતીય મૂળના ભૂતપૂર્વ ચાન્સેલર ઓફ એક્સચેકર રિશિ સુનકે દાવો કરવાની જાહેરાત કરી છે. સુનકે ટ્વીટર પર પોસ્ટ કરેલા એક કેમ્પેઈન વીડિયોમાં કહ્યું કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા અને તમારા વડાપ્રધાન બનવા માટે તૈયાર છું. તો ચાલો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરીએ, અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરીએ અને દેશને ફરીથી જોડીએ.
રિશિ સુનકના દાદા-દાદી પંજાબથી યુકે આવ્યા હતા. સુનકે ઓગસ્ટ 2009માં ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને આઇટી કંપની ઇન્ફોસીસના સ્થાપક એન.આર.નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. અક્ષતા અને સુનકની મુલાકાત કોલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. તેમને સંતાનમાં બે પુત્રીઓ છે.