ટોકિયો પેરાલમ્પિક 2020માં શનિવારે P4 મિક્સ્ડ 50 મીટર એર પિસ્તલ SH-1 ઈવેન્ટ ભારતના મનીષ નરવાલે દેશને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
જ્યારે આ સ્પર્ધામાં ભારતના સિંહરાજ અધાનાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલ અને સિંહરાજને તેમની સફળતા માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ટોકિયો પેરાલમ્પિકથી દેશ માટે સતત ગૌરવની પળ આવી રહી છે.
ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને વિજેતાઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. બંને ખેલાડીઓએ વડા પ્રધાનના પેરા-એથલીટોને સતત પ્રોત્સાહિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે શૂટર મનીષ નરવાલે વર્તમાન પેરાલમ્પિકમાં ભારતને આ ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે જ્યારે સિંહરાજ અડાનાના નવા ટોકિયોમાં બીજો મેડલ છે. અગાઉ તેમણે પી4 મિશ્રિત 50 મીટર પિસ્તલ એસએચ 1 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.