(Photo by FABRICE COFFRINI/AFP via Getty Images)

ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે FIFA વર્લ્ડ કપ 2026ના ફૂટબોલ ચાહકો માટે ફાસ્ટ ટ્રેક વિઝા સિસ્ટમ ખુલ્લી મૂકી હતી. આ સિસ્ટમ હેઠળ હેઠળ FIFA વર્લ્ડ કપ મેચની ટિકિટ ધરાવતા લોકોને વિઝા ઇન્ટરવ્યૂની એપોઇન્ટમેન્ટમાં પ્રાથમિકતા મળશે.

જોકે યુએસ સરકારે સ્પષ્ટતા કરી હતી કે મેચ ટિકિટ હોવાથી અમેરિકામાં પ્રવેશની ગેરંટી મળતી નથી. અરજદારો માટે પૃષ્ઠભૂમિની તપાસ અને સુરક્ષા પ્રોટોકોલ યથાવત રહેશે. વ્હાઇટ હાઉસ ફિફા ટાસ્ક ફોર્સે સોમવારે જણાવ્યું હતું કે ફિફા વર્લ્ડ કપ 2026માં ભાગ લેનારા ચાહકોને વિઝા એપોઇન્ટમેન્ટ માટે પ્રાથમિકતા અપાશે. આ ટુર્નામેન્ટમાં વિશ્વભરમાંથી 5થી 10 મિલિયન મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.

“FIFA પાસ” સિસ્ટમ દ્વારા ટિકિટ ખરીદનારા ચાહકો માટે વિદેશ વિભાગ ઝડપી એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા કરશે. આ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ટિકિટ ધારકોને સ્ટાન્ડર્ડ વિઝા અરજદારો કરતાં પહેલા મજૂરી મળશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે વર્લ્ડ કપનું આયોજન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા FIFA આ ટિકિટિંગ અને પ્રાથમિકતા પ્રણાલીનું સંચાલન કરશે.

FIFA અંગેના વ્હાઇટ હાઉસના ટાસ્ક ફોર્સની બેઠક દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે FIFA વર્લ્ડ કપ 2026ને અપ્રતિમ સફળતા મળે તે સુનિશ્ચિત કરવા દરેક સંસાધનનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. મને લાગે છે કે તે સૌથી મહાન ઇવેન્ટ હશે અને અમે પહેલાથી જ ટિકિટ વેચાણમાં રેકોર્ડ બનાવી રહ્યા છીએ.

આ કામચલાઉ સિસ્ટમ અંગે વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ ચાહકોને કોઈપણ રમત માટે ટિકિટ મેળવવા માટે વહેલી તકે અરજી કરવાની અને છેલ્લી ક્ષણ સુધી રાહ ન જોવાની ભલામણ કરી હતી.

LEAVE A REPLY