પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં સોમવાર, 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન સરકાર સામે હિંસક દેખાવોમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને 22થી વધુ લોકો ઘાયલ થયા હતાં. સોમવારે આવામી એક્શન કમિટી (AAC)એ સમગ્ર પ્રદેશમાં વ્યાપક દેખાવો શરૂ કર્યા હતા, જે તાજેતરના સમયના સૌથી મોટા દેખાવો હતાં. “શટર-ડાઉન અને વ્હીલ-જામ” આંદોલનની હાકલને કારણે તણાવમાં વધારો થયો હતો અને ઇસ્લામાબાદે મોટાપાયે સુરક્ષા દળો તૈનાત કર્યા હતાં. સરકારે મધ્યરાત્રિથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી.
તાજેતરના મહિનાઓમાં લોકપ્રિયતા મેળવનાર નાગરિક સંગઠન AACએ દાયકાઓથી રાજકીય હાંસિયામાં ધકેલાઈ રહેલા અને આર્થિક ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને તેના બેનર હેઠળ હજારો લોકો એકઠા થયા છે. આ જૂથના 38-મુદ્દાના ચાર્ટરમાં માળખાકીય સુધારાઓની માંગ કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે PoK વિધાનસભામાં 12 અનામત બેઠકોને નાબૂદ કરવાનો સમાવેશ થાય છે.
મુઝફ્ફરાબાદમાં ભીડને સંબોધતા AACના મુખ્ય નેતા શૌકત નવાઝ મીરે કહ્યું હતું કે “અમારું અભિયાન કોઈ સંસ્થા વિરુદ્ધ નથી, પરંતુ 70 વર્ષથી વધુ સમયથી લોકોને મૂળભૂત અધિકારો મળ્યાં નથી. આ અધિકારો મેળવવા માટેનું અમારું અભિયાન છે. બસ હવે બહુ થયું. કાં તો અધિકારો આપો અથવા લોકોના રોષનો સામનો કરો
