વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ તોડ્યો તેની ખુશીમાં તેની પત્ની અનુષ્કા શર્માએ ફ્લાઇંગ કીસ કરી હતી. (ANI Photo)

વિરાટ કોહલીએ બુધવારે 15 નવેમ્બરે 50મી વન ડે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. કોહલીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર આંતરરાષ્ટ્રીય બેટર તરીકે ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને પાછળ રાખી દીધા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ દરમિયાન ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણ સામે તેની 50મી ODI સદી ફટકારી હતી અને 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ 279મી ઇનિંગ્સમાં પોતાની 50 વનડે સદી પૂરી કરી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કોહલી જબરદસ્ત ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તે 106 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. મેચ પહેલા કોહલી 49 સદી સાથે સચિનના રેકોર્ડની બરાબરી પર હતો. વર્લ્ડ કપ 2023માં કોહલી માટે આ આઠમો ફિફ્ટી પ્લસ સ્કોર પણ હતો, જે વિશ્વકપમાં સૌથી વધુ છે.

વિરાટે આ ટૂર્નામેન્ટમાં બે સદી અને છ અડધી સદી ફટકારી છે. એટલે કે કોહલીએ ટૂર્નામેન્ટમાં આઠમી વખત 50+નો સ્કોર કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તે એક વિશ્વકપમાં 8 વખત 50+ રન બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ સચિન અને શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડી દીધો છે. સચિન તેંડુલકર અને શાકિબ અલ હસન એક વિશ્વકપમાં સાત વખત 50 પ્લસનો સ્કોર બનાવી ચુક્યા છે. પરંતુ કોહલીએ આઠમી વખત 50+નો સ્કોર બનાવી આ રેકોર્ડ તોડી દીધો છે. +

LEAVE A REPLY

two × two =