Law and justice concept - Themis statue, judge hammer and books. Courtroom.

વોકર્સે મિની પોપ્પાડોમ જે રીતે દેખાય છે અને તેને ક્રિસ્પ્સની જેમ પેક કરવામાં આવે છે તે જોતા ટેક્સ ટ્રિબ્યુનલનું કહેવું છે કે વોકર્સે મિની પોપ્પાડોમ પર VAT લાગવો જોઈએ,  કારણ કે અને મર્યાદિત ડિપ ધરાવે છે.

વોકર્સે દલીલ કરી હતી કે ‘’સેન્સેશન્સ પોપ્પાડોમ્સની બેગ પર VAT લાગુ થવો જોઈએ નહીં કારણ કે તે ક્રિસ્પ નથી. મિની પોપડોમ્સનેને ક્રિસ્પ તરીકે વર્ગીકૃત કરવા જોઈએ નહીં. કારણ કે તે બટાકામાંથી બનાવાતા નથી એને તેને વપરાશ પહેલાં તૈયાર કરવાની જરૂર પડે છે. વળી તેને ચટણી કે કરી સાથે ખાવા માટે બનાવવામાં આવ્યા હતા.’’

જો કે, ટેક્સ ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે “નાના, સામાન્ય રીતે ગોળાકાર, બાઇટ સાઇઝના મિની પોપડોમ્સની સપાટી પર નાના પરપોટાઓ થોડા અંશે લહેરાતા હતા. તે ક્રિસ્પી હતા. તેમાં 40 ટકા ઘટક તરીકે બટાકાના દાણા અને બટાકાના સ્ટાર્ચનો સમાવેશ થાય છે.’’

પરંપરાગત પોપ્પાડોમ્સ પર ઝીરો VAT લગાવાય છે કેમ કે તે રેસ્ટોરન્ટ ફૂડ અથવા પેકેજ્ડ નાસ્તાને બદલે વધુ તૈયારીની જરૂર હોય તેવી ખાદ્ય સામગ્રી છે. જટિલ ટેક્સ નિયમો હેઠળ, તે સૂચિમાંના ખાદ્યપદાર્થો પર 20% વેટ લાગે છે, જેનો અર્થ વેચાણકર્તાઓ માટે કરોડ-પાઉન્ડ બિલ હોઈ શકે છે.

આ અગાઉ મેકવાઇટના જાફા કેક્સ, પ્રિંગલ્સ અને ફ્લૅપજેક્સને VATને આધીન બાનાવાયા હતા.

વોકર્સ પાસે ટ્રિબ્યુનલના નિર્ણય સામે અપીલ કરવાનો અધિકાર છે.

LEAVE A REPLY

5 × 2 =