Action Images via Reuters/Paul Childs

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન શુભમન ગિલની યાદગાર ઈનિંગની સાથે જાડેજા (૬૯*), પંત (૬૫) અને રાહુલ (૫૫)ની અડધી સદીઓની મદદથી ભારતે બીજી ઈનિંગ છ વિકેટે 427 રન પર દાવ ડિકેલર કરીને ઈંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો જંગી પડકાર મળ્યો હતો. ઇંગ્લેન્ડનો પહેલા દાવ 407 રન પર જ સમેટાઈ ગયો હતો. બીજા દાવમાં ઈંગ્લેન્ડે બંને ઓપનરોને માત્ર ૩૦ રનના સ્કોર પર ગુમાવ્યા હતાં.

ઈંગ્લેન્ડના બોલરો પર આગવા પ્રભુત્વ સાથે રમતાં ગિલે એક ટેસ્ટમાં કુલ મળીને સૌથી વધુ રન ફટકારવાના વર્લ્ડ રેકોર્ડમાં ઈંગ્લેન્ડના ધુરંધર ગ્રેહામ ગૂચ પછી બીજું સ્થાન મેળવ્યું હતુ. ગૂચે ૧૯૯૦માં ભારત સામેની લોર્ડ્ઝ ટેસ્ટમાં ૩૩૩ અને ૧૨૩ એમ કુલ મળીને ૪૫૬ રન કર્યા હતા.

ટેસ્ટ ઈતિહાસમાં કેપ્ટન તરીકેની પ્રથમ બે ટેસ્ટમાં કુલ ત્રણ સદી ફટકારવાનો રેકોર્ડ અત્યાર સુધી ભારતના વિરાટ કોહલીના નામે જ હતો, જે તેણે ૨૦૧૪ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નોંધાવ્યો હતો. હવે આ યાદીમાં ગીલે પણ સ્થાન મેળવી લીધું છે.

ઇંગ્લેન્ડનો પહેલા દાવ 407 રન પર જ સમેટાઈ ગયો હતો. સિરાઝે 6 વિકેટ જ્યારે આકાશદીપે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડના 6 બેટ્સમેન તો ખાતું પણ ખોલી શક્યા નહીં. ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થતાં ભારત પાસે 180 રનની લીડ હતી. શુભમન ગિલની શાનદાર બેવડી સદીના આધારે ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ ટીમની પહેલી ઇનિંગની શરૂઆત બહુ સારી નહોતી. 13 રન પર ટીમે બે વિકેટ ગુમાવી હતી. આકાશ દીપે ગયા મેચમાં સદી ફટકારનારા બેન ડકેટ અને ઓલી પોપને 0 રન પર આઉટ કર્યા હતા. જેક ક્રોલી પણ કંઈ ખાસ કરી શક્યો નહીં અને 19 રન બનાવીને સિરાઝનો શિકાર બન્યો હતો. સ્ટોક્સ પણ 0 રન પર ગોલ્ડન ડક થયો હતો. જ્યારે રૂટે ટીમ માટે 22 રન બનાવ્યા હતા. આ પછી હેરી બ્રુક (158 રન) અને જેમિ સ્મિથ (184 રન) વચ્ચે 303 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ બાદમાં વિકેટો પડતી ગઈ અને ટીમ 407 રન પર સમેટાઈ હતી..

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૨૬૯ રન ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં પણ વિક્રમોની હારમાળા સર્જતાં ૧૬૧ રન નોંધાવ્યા હતા. આ સાથે બર્મિંગહામ ટેસ્ટમાં ગિલના કુલ મળીને ૪૩૦ રન થયા હતા અને તે એક ટેસ્ટની બંને ઈનિંગમાં કુલ મળીને સૌથી વધુ રન ફટકારનારો એશિયાનો સૌપ્રથમ બેટસમેન બની ગયો હતો.

LEAVE A REPLY