આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેન્દ્રિત પુનર્ગઠન કાર્યક્રમને પગલે અગ્રણી આઇટી કંપની એક્સેન્ચરમાં છેલ્લા ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 11,000 કર્મચારીઓની છટણી કરી છે. જોકે કંપનીએ આગામી વર્ષમાં વધુ લોકોની ભરતી કરવાની પણ યોજના બનાવી છે. છટણી પછી એક્સેન્ચરનું કાર્યબળ આ વર્ષે મે અને ઓગસ્ટ વચ્ચે 791,000થી ઘટીને 779,000 થઈ ગયું છે,
બિઝનેસ ઇનસાઇડરના એક અહેવાલ મુજબ આઇટી જાયન્ટે એઆઇ સ્કીલ ન ધરાવતા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આગામી એક વર્ષ કે તેથી વધુ સમયમાં વધુ લોકોને નોકરી પર રાખવાની પણ યોજના ધરાવે છે. સીઈઓ જુલી સ્વીટના મતે નંબર 1 વ્યૂહરચના અપસ્કિલિંગ છે, પરંતુ અમારી પાસે મર્યાદિત સમય છે અને ઘણા કર્મચારીઓમાં રિસ્કીંગ શક્ય નથી. કંપની એઆઇ સિસ્ટમ સાથે સ્ટાફની કુશળતા વધારવા માગે છે. ટેકનોલોજીના દરેક નવા તબક્કામાં કર્મચારીઓને ટ્રેઇન કરવા પડે છે.
છેલ્લાં છ મહિનામાં કંપીએ તેના એઆઇ કન્સલ્ટિંગ બિઝનેસમાં 2.6 અબજ ડોલરની આવક મેળવી છે. કર્મચારીઓને છૂટા કરવાથી કંપનીને આશરે 865 મિલિયન ડોલરનું પેકેજ આપવું પડશે.
માઇક્રોસોફ્ટે લોકોને છટણી કરી છે, પરંતુ કંપનીએ નવા લોકોને પણ સામેલ કર્યા છે, તેથી કર્મચારીઓની સંખ્યા યથાવત રાખી છે. તેવી જ રીતે, માર્ક ઝુકરબર્ગના METAએ આ વર્ષની શરૂઆતમાં તેના લગભગ 5 ટકા કર્મચારીઓને છટણી કરી દીધી હતી, પરંતુ ટૂંક સમયમાં જ AI ભરતીનો ધમધમાટ શરૂ કર્યો અને ઘણી જગ્યાઓ પર કુશળ લોકો ભરતી કર્યા હતાં.
