બ્રિટિશ મેડિકલ એસોસિએશનની કાઉન્સિલના ચેરમેને બીબીસીને જણાવ્યું છે કે એનએચએસમાં વ્યાપક રંગભેદ છે. ડો. ચાંદ નાગપૌલે એસોસિએશન દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણના જવાબમાં આ વાત જણાવી...
કોરોના વાઇરસ ખતમ થાય તો પણ ફ્લાઇટમાં માસ્ક પહેરવાનો નિયમ અનેક વર્ષો સુધી યથાવત રહેશે તેવું નિષ્ણાતો માને છે. તેમના જણાવ્યા અનુસાર કોરોના અંગેના...
અમેરિકાની સધર્ન યુનિવર્સિટી, હાવર્ડ યુનિવર્સિટી, બોવી સ્ટેટ યુનિવર્સિટી, બેથ્યુન કુકમેન યુનિવર્સિટી, ડેલાવેર સ્ટેટ યુનિવર્સિટી અને અલ્બાની સ્ટેટ યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓને બોંબથી ઉડાવી દેવાની...
વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પાયો નાંખનાર કંપનીઓમાંની એક ફેસબૂકે હવે ટિકટોક અને યુટયૂબનો આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી ફેસબૂકના ૧8 વર્ષના ઈતિહાસમાં...
ભારતના લશ્કરી દળો સાથે 2020માં ગલવાન વેલીમાં થયેલા સંઘર્ષમાં ચીનને ભારે નુકસાન થયું હતું. ચીને સત્તાવાર જાહેર કરી છે તેના કરતાં તેના ઘણા વધુ...
સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)એ શ્રમ કાયદામાં ફેરફાર કર્યો છે. તેના લીધે ભારતીયોને ફાયદો થશે. યુએઇનો નવો શ્રમ કાયદો બીજી ફેબુ્આરીથી લાગુ પડયો છે. આ...
Nurses in England, Wales and Northern Ireland will go on strike on Thursday
અમેરિકામાં કોરોના મહામારીમાં દર્દી માટે સતત કામ કરીને થાકી ગયેલી નર્સોએ નોકરીઓ છોડી દેતા હાલ હોસ્પિટલોમાં નર્સોની અછત ઉભી થતાં વિદેશથી નર્સોને બોલાવવા માટે...
અમેરિકાની ખાનગી કંપનીઓએ જાન્યુઆરી 2022માં આશરે ત્રણ લાખ નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કંપનીઓના આ છટણી સંકેત આપે છે કે ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે અમેરિકાના શ્રમ બજારમાં રિકવરી ખોરવાઈ ગઈ છે, એમ પે-રોલ ડેટા કંપની ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ (એડીપી)એ તેના અહેવાલમાં જણાવ્યું હતું. એડીપીના ચીફ ઇકોનોમિસ્ટ નેલા રિચાર્ડસને ટાંકીને એક ન્યૂઝ એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ અને રોજગારી સર્જન પરની તેની નોંધપાત્ર અસરને કારણે 2022ના પ્રારંભમાં લેબર માર્કેટની રિકવરીમાં પીછેહટ આવી છે. જોકે આ અસર હંગામી રહે તેવી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં નોકરીમાં કાપ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2020 પછીથી રોજગારીમાં તાજેતરના સમયગાળાનો સૌથી મોટો ઘટાડો થયો છે. 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ બાદ લીઝર અને હોટેલ ઉદ્યોગમાં સૌથી મોટી પીછેહટ થઈ છે. આ ઉદ્યોગોમાં નોકરીઓમાં 154,000નો કાપ મૂકાયો છે. મૂડીઝ એનાલિટિક્સના સહયોગમાં એડીપી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલા અહેવાલ મુજબ સર્વિસ સેક્ટરમાં જાન્યુઆરીમાં રોજગારીમાં આશરે 2.74 લાખનો કાપ મૂકાયો હતો, જ્યારે ગૂડ્સ ક્ષેત્રમાં નોકરીમાં 27,000નો ઘટાડો થયો હતો. વિવિધ કદની કંપનીઓમાં રિકવરીમાં અસંતુલન હોવાનો સંકેત આપતા અહેવાલમાં જણાવાયું છે કે મોટી કંપનીઓએ 98,000 કામદારોની છટણી કરી હતી, મધ્યમ કદની કંપનીઓએ 59,000 લોકોને છૂટા કર્યા હતા, જ્યારે નાના કદની કંપનીઓએ 144,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. અમેરિકાના શ્રમ વિભાગના બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના રોજગારી અંગેના માસિક અહેવાલના બે દિવસ પહેલા એડીપીએ આ અહેવાલ જારી કર્યો હતો. અમેરિકાના શ્રમ વિભાગના અહેવાલમાં જાહેર અને ખાનગી બંને રોજગારીના ડેટા આપવામાં આવે છે.
સેવાભાવી સંસ્થા-સેવા ટ્રસ્ટ યુકે (ઇન્ડિયા) હરિયાણા અને પંજાબમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક કલ્યાણ માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા તાજેતરમાં હરિયાણામાં કુરુક્ષેત્રમાં શહાબાદ...
અમેરિકાના ત્રણ રાજ્યોમાં 2020માં ત્રાટકેલી આશરે 769 કિલોમીટર લાંબી વીજળીને વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન (WMO)એ અત્યાર સુધી નોંધાયેલી સૌથી લાંબા અંતરની વીજળી જાહેર કરી છે....