(ANI Photo)

મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની મહત્વપૂર્ણ સભ્ય સ્મૃતિ મંધાના 23 નવેમ્બરે બોલિવૂડ સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે. તાજેતરમાં સ્મૃતિની બાજુમાં વર્લ્ડ કપ ટ્રોફી પકડીને પલાશની એક તસવીરે દેશભરના ચાહકોના દિલ જીતી લીધા હતાં. સોશિયલ મીડિયામાં માત્ર ભારતના વિજય જ નહીં પરંતુ દંપતીના બંધનની ઉજવણી કરાઈ હતી. ઘણા લોકોએ તેને “લગ્ન પહેલાની શ્રેષ્ઠ ભેટ” ગણાવી હતી. તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દંપતી અને તેમના પરિવારોને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતાં.

આ સેલિબ્રિટી કપલની પ્રેમકથા 2019માં શરૂ થઈ હતી અને 2024 સુધી ખાનગી રહી હતી, હવે લગ્નમાં પરિણમશે. ઘણા અહેવાલોમાં લગ્ન 23 નવેમ્બરના રોજ થવાની અટકળો વ્યક્ત કરાઈ છે.લગ્ન પહેલા, મંધાનાએ એક વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો જેમીમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડીનો સમાવેશ થાય છે.વીડિયોમાં સ્ટાર્સ ફિલ્મ લગે રહો મુન્ના ભાઈના “સમજો હો હી ગયા” ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. વીડિયોના અંતે, મંધાના તેની સગાઈની વીંટી બતાવતી જોઈ શકાય છે.પલાશની મોટી બહેન, પલક મુચ્છલ એક બોલિવૂડ ગાયિકા છે જેણે સલમાન ખાન અને ઋત્વિક રોશન સહિત ટોચના કલાકારો માટે વિવિધ ફિલ્મોમાં ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેમણે આશુતોષ ગોવારિકરની “ખેલેં હમ જી જાન સે”માં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથે મુખ્ય ભૂમિકામાં પણ અભિનય કર્યો છે.

પલાશે ટી-સિરીઝ, ઝી મ્યુઝિક કંપની અને પાલ મ્યુઝિક માટે 40થી વધુ મ્યુઝિક વીડિયો બનાવ્યા હોવાનું કહેવાય છે. તેમણે રિક્ષા નામની વેબ સિરીઝનું પણ દિગ્દર્શન કર્યું હતું અને હાલમાં તેઓ રાજપાલ યાદવ અને રૂબીના દિલૈક અભિનીત અર્ધ નામની ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.

LEAVE A REPLY