(PTI Photo)

બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે સોમવાર, 24 નવેમ્બરે અવસાન થયું હતું. તેમના લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. તેમને ચાર બાળકો છે. તેમાં બોબી અને સની દેઓલ, અને બે પુત્રીઓ વિજેતા અને અજીતાનો સમાવેશ થાય છે. ૧૯૮૦માં અભિનેતાએ કથિત રીતે ઇસ્લામ ધર્મ અપનાવ્યા બાદ તેમની સહ-અભિનેત્રી હેમા માલિની સાથે લગ્ન કર્યા, પરંતુ ધર્મેન્દ્રએ આ દાવાને નકારી કાઢ્યો. આ દંપતીને એશા અને આહના નામની પુત્રીઓ છે.

ઘણી ફિલ્મો સાથે કામ કરતી વખતે હેમા માલિની સાથેનો તેમનો રોમાંચ ખૂબ જ પ્રચલિત થયો હતાં. આમાં “સીતા ઔર ગીતા”, “ધ બર્નિંગ ટ્રેન”, “ડ્રીમ ગર્લ” અને “શોલે”નો સમાવેશ થાય છે.હેમા માલિની સાથે લગ્ન કર્યાના એક વર્ષ પછી, દેઓલ પરિવારના વડાએ ૧૯૮૧માં વિજયતા ફિલ્મ્સ નામનું પ્રોડક્શન હાઉસ સ્થાપ્યું હતું. ૧૯૮૩માં તેમના પુત્ર સની દેઓલ માટે “બેતાબ” ફિલ્મ લોન્ચ કરવા માટે આ પ્રોડક્શન હાઉસ બનાવવામાં આવ્યું હતું.

પદ્મ ભૂષણ પ્રાપ્ત કરનાર ધર્મેન્દ્રએ થોડા સમય માટે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને 2004માં ભાજપની ટિકિટ પર બિકાનેરથી લોકસભા બેઠક જીતી હતી. બીકાનેરથી 14મી લોકસભામાં 2004થી 2009 સુધી સાંસદ રહેલા ધર્મેન્દ્રની રાજકીય કારકિર્દી પણ એટલી જ ચર્ચામાં રહી જેટલી તેમની ફિલ્મી કારકિર્દી ચર્ચામાં રહી હતી. જોકે તેઓ લાંબા સમય સુધી બિકાનેર ન આવ્યા ત્યારે ખેડૂતોએ તેમના વિરુદ્ધ ગુમ થયેલા પોસ્ટરો લગાવ્યા હતાં. ધર્મેન્દ્રએ આને વ્યક્તિગત દુ:ખ માન્યું અને થોડા દિવસોમાં જ શહેરમાં આવીને સીધા જનતા અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત હતી. પરંતુ રાજકારણમાં ખેંચતાણ, દિલ્હીની જટિલ વ્યવસ્થા અને ફાઈલોની દુનિયા ધર્મેન્દ્રને ન ગમી હતી અને તેમણે રાજકારણને અલવિદા કહી દીધું. તેમણે ભાજપના ઉમેદવાર કરીકે ફરી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.

LEAVE A REPLY