/PTI Photo)(PTI09-07-2020_000058B)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા નોઇડા, કોલકત્તા અને મુંબઈમાં ભારતીય તબીબી સંશોધન પરિષદની ત્રણ નવી લેબનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની સાથે-સાથે ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી- યૂપીના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર રહ્યાં હતા.

મોદીએ પોતાના સંબોધનમા કહ્યુ કે, આવનારા સમયમાં ઘણા તહેવાર આવવાના છે. આ દરમિયાન આપણે ખુબ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે ગરીબોને અનાજ મળે તે જરૂરી છે. જ્યાં સુધી કોરોનીની રસી ન મળે ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્કનો પ્રયોગ વગેરે દ્વારા કોરોનાથી બચવું પડશે.

મહત્વનું છે કે હાલના દિવસોમાં કોરોનાનું ટેસ્ટિંગ વધ્યું છે અને આ કારણે કેસ પણ વધારે સામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી અને હજુ પણ તે એટલો ઘાતક છે જેટલો શરૂઆતમાં હતો.