REUTERS/Athit Perawongmetha

સીમા વિવાદના મુદ્દે એશિયાના બે નાના દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે યુદ્ધ ચાલુ થયું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતાં. બંને દેશોએ નાના હથિયારો, તોપ, ડ્રોન અને રોકેટથી હુમલા કર્યા હતાં. થાઈલેન્ડે પણ હવાઈ હુમલા શરૂ કર્યા હતા. ગુરુવારે ઓછામાં ઓછા છ વિસ્તારોમાં લડાઈ થઈ હતી અને શુક્રવારે લડાઈ વધુ ઉગ્ર બની હતી. તેનાથી આશરે 1 લાખ લોકો વિસ્થાપિત બન્યાં હતાં.

આ સંઘર્ષ દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્ર સંગઠનના સભ્ય દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષનો એક દુર્લભ કિસ્સો છે.
થાઈલેન્ડની આર્મીએ જણાવ્યું હતું કે તેને કમ્બોડીયાનાં સેનામથકો પર હુમલા કર્યા હતાં. બંને દેશોએ એકબીજાના રાજદૂતોના પાછા બોલાવી લીધા હતાં. સૌથી વધુ મૃત્યુ સી સા કેટ પ્રાંતમાં થયાં છે. ત્યાં એક ગેસ સ્ટેશન પર થયેલા હવાઈ હુમલામાં છનાં મૃત્યુ થયાં હતાં. થાઈ જેટ વિમાનોએ પ્રાચીન પ્રીટ વિહાર મંદિર પાસેની એક સડક ઉપર બોમ્બ નાખ્યા હતાં.

થાઈ સંરક્ષણ મંત્રાલય પ્રવક્તા સુરસંત કોંગસિરીએ કહ્યું કે ઓછામાં ઓછાં ૬ ક્ષેત્રોમાં યુદ્ધ ચાલે છે. પહેલો સંઘર્ષ ગુરૂવારે સવારે થાઈલેન્ડના સુરીન પ્રાંત અને કમ્બોડીયાના ઓદ્ધાર-મીનસ પાંતની સીમા પર થયો હતો. જે પ્રાચીન મુએન થોમ મંદિર પાસે થયો હતો.

આ વિવાદ ૧૧૮ વર્ષથી જૂનો છે. જેમાં એક પર્વત ઉપર પ્રીટ વિહાર મંદિર છે. જે ભગવાન શિવનું મંદિર છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ જાહેર કરેલું છે. આ મંદિર અને તેની પાસેના પર્વતીય વિસ્તાર ઉપર થાઈલેન્ડનો દાવો હતો. આ ૧૧મી સદીનાં મંદિરનો મામલો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ સુધી પહોંચ્યો હતો.

LEAVE A REPLY