REUTERS/Bernadett Szabo

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાની પાવરફુલ ગણાતી ટીમને 1-0થી પછડાટ આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહિલા હોકી ટીમે પોતાના પ્રદર્શનથી સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા.

ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે હતી, ઓસ્ટ્રેલિયાની ટીમની સ્ટ્રેટેજી બાકી ટીમો કરતા એકદમ અલગ અને ઉચ્ચ દરજ્જાની હોય છે પરંતુ ભારતીય ટીમે આ સ્ટ્રેટેજી પર હાવી થઈને કમાલ કરી બતાવી છે. 60 મિનિટની મેચમાં ભારતીય ટીમ હાંફ્યા વગર સામનો કરતી રહી અને અંતમાં તેનું પરિણામ મળ્યું. બન્ને ટીમ ગોલ બચાવવામાં સફળ રહી હતી પરંતુ ભારતીય ટીમે પહેલો હાફ પૂર્ણ થયા ત્યારે જ એક ગોલ કરી દીધો હતો. આ પછી પણ લડાઈ બાકી હતી પરંતુ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે પડી અને ઓસ્ટ્રેલિયાને એક પણ ગોલ કરવાની તક ના આપી અને આક્રામ તથા ડિફેન્સિવ રમત રમવાનું ચાલુ રાખ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની ટીમે મેચ શરુ થતાની સાથે પેંતરા કરવાના શરુ કરી દીધા હતા, પરંતુ તે ભારતીય ખેલાડીઓની સામે સફળ ના થયા. કાંગારુઓની એક-એક મૂવમેન્ટને ભારતીય ટીમે નિષ્ફળ બનાવી દીધી હતી.