પાકિસ્તાનમાં પાંચ ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે સાઉથ કોરિયાની કાર કંપની-હ્યુન્ડાઇ, કિયા મોટર્સ, ફૂડ ચેઇન-કેએફસી અને પિઝા હટના પાકિસ્તાની યુનિટ...
કોમર્શિયલ વ્હિકલ કંપની અશોક લેલેન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી બે બિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટના ભાગરૂપે બાંગ્લાદેશને 200 ટ્રકનો સપ્લાય આપશે. આ ઓર્ડરના...
વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પાયો નાંખનાર કંપનીઓમાંની એક ફેસબૂકે હવે ટિકટોક અને યુટયૂબનો આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી ફેસબૂકના ૧8 વર્ષના ઈતિહાસમાં...
ભારત સરકારે 10 વર્ષમાં પ્રથમવાર સરકારી બેન્કોમાં નાણાં નહીં ઠાલવવાનો નિર્ણય કર્યો છે આગામી નાણાકીય વર્ષના બજેટમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં નવી મૂડી નહીં ઠાલવવાનો નિર્ણય દેશની...
વિશ્વની ટોચની લક્ઝરી કાર શ્રેણીમાં સામેલ લેમ્બોર્ગિનીનું ભારતમાં વેચાણ કોરોના જેવા કપરાકાળમાં પણ વધ્યું છે. ઇટાલિયન સુપર-લક્ઝરી ઓટોમેકર લેમ્બોર્ગિનીનું ભારતનું વેચાણ 2021માં 86% સુધી વધ્યું છે અને...
ટાટા જૂથ એર ઇન્ડિયાને હસ્તગત કર્યા વધુ એક સરકારી કંપની ખરીદશે. સરકારે જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની નિલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ (NINL)ને રૂ. 12, 000 કરોડમાં ખરીદવા...
ફેસબૂકના યુઝર્સની સંખ્યામાં ઘટાડો અને આગામી ત્રિમાસિકમાં કંપનીની આવક અંદાજ કરતાં ઓછી રહેવાની ધારણાને પગલે અમેરિકાના શેરબજારમાં ગુરુવારે મેટાના શેર ૨૨.૯ ટકા ગગડીને ૨૪૯.૦૫...
અમેરિકાની આઇકોનિક ઇલેક્ટ્રિક વાહન (ઇવી) વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ તેની 8.17 લાખ ગાડીઓ સીટ બેલ્ટ રિમાઇન્ડર એલર્ટની ખામીના લીધે પરત બોલાવવી પડી છે. આ ખામીમાં વાહન...
અમેરિકાની ખાનગી કંપનીઓએ જાન્યુઆરી 2022માં આશરે ત્રણ લાખ નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કંપનીઓના આ છટણી સંકેત આપે છે કે ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે અમેરિકાના શ્રમ બજારમાં રિકવરી ખોરવાઈ ગઈ છે, એમ પે-રોલ ડેટા કંપની ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ (એડીપી)એ તેના અહેવાલમાં જણાવ્યું હતું.
એડીપીના ચીફ ઇકોનોમિસ્ટ નેલા રિચાર્ડસને ટાંકીને એક ન્યૂઝ એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ અને રોજગારી સર્જન પરની તેની નોંધપાત્ર અસરને કારણે 2022ના પ્રારંભમાં લેબર માર્કેટની રિકવરીમાં પીછેહટ આવી છે. જોકે આ અસર હંગામી રહે તેવી શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં નોકરીમાં કાપ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2020 પછીથી રોજગારીમાં તાજેતરના સમયગાળાનો સૌથી મોટો ઘટાડો થયો છે. 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ બાદ લીઝર અને હોટેલ ઉદ્યોગમાં સૌથી મોટી પીછેહટ થઈ છે. આ ઉદ્યોગોમાં નોકરીઓમાં 154,000નો કાપ મૂકાયો છે.
મૂડીઝ એનાલિટિક્સના સહયોગમાં એડીપી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલા અહેવાલ મુજબ સર્વિસ સેક્ટરમાં જાન્યુઆરીમાં રોજગારીમાં આશરે 2.74 લાખનો કાપ મૂકાયો હતો, જ્યારે ગૂડ્સ ક્ષેત્રમાં નોકરીમાં 27,000નો ઘટાડો થયો હતો.
વિવિધ કદની કંપનીઓમાં રિકવરીમાં અસંતુલન હોવાનો સંકેત આપતા અહેવાલમાં જણાવાયું છે કે મોટી કંપનીઓએ 98,000 કામદારોની છટણી કરી હતી, મધ્યમ કદની કંપનીઓએ 59,000 લોકોને છૂટા કર્યા હતા, જ્યારે નાના કદની કંપનીઓએ 144,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. અમેરિકાના શ્રમ વિભાગના બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના રોજગારી અંગેના માસિક અહેવાલના બે દિવસ પહેલા એડીપીએ આ અહેવાલ જારી કર્યો હતો. અમેરિકાના શ્રમ વિભાગના અહેવાલમાં જાહેર અને ખાનગી બંને રોજગારીના ડેટા આપવામાં આવે છે.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ કેડિલેક એસ્કેલેડ કારની ખરીદી કરી છે. આ કારનો ઉપયોગ અમેરિકન પ્રેસિડન્ટ માટે પણ કરવામાં આવે છે. અંબાણીની નવી...

















