પીઢ અભિનેતા જિતેન્દ્ર અને શોભા કપૂરની પુત્રી એકતા કપૂર ભારતમાં ‘ટેલિવિઝન ક્વીન’ના નામથી ઓળખાય છે. ગત સપ્તાહે તેણે પોતાનો 47 મો જન્મ દિન ઉજવ્યો...
બોલિવૂડ એક્ટર શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે રવિવારે રાતે એક પાર્ટીમાં કથિત રીતે ડ્રગ્સ લીધું હોવાનો ખુલાસો થયા બાદ બેંગાલુરુમાં તેની અટકાયત કરવામાં આવી...
બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં તાજેતરમાં જણાવ્યુ હતું કે, કરિયરની શરૂઆતમાં નાક તિક્ષ્ણ કરાવવાનું લોકો કહેતા હતા. ઘણાને મારું નાક રાઉન્ડ લાગતું હતું. બહુ સમય...
પ્રત્યેક કલાકારને કારકિર્દીના કોઇક તબક્કે ચોક્કસ પ્રકારની ફિલ્મ કરવાની તમન્ના હોય છે. જ્યારે તેને એ પ્રકારની મૂવી કરવાની ઓફર મળે ત્યારે તે તેને હાથમાંથી...
અનિલ કપૂર અને તેનો પુત્ર હર્ષવર્ધન કપૂર 'એકે વર્સિસ એકે' ફિલ્મ પછી ફરી એકવાર 'થાર' ફિલ્મમાં સાથે આવ્યા છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ ફિલ્મના નિર્માતા હર્ષવર્ધન કપૂર છે અને તેણે તેના પિતા સાથે ફિલ્મમાં કંઈક કરી બતાવવાની હિંમત દાખવી છે. 'થાર' ફિલ્મ રાજસ્થાનના રણપ્રદેશનું બેકગ્રાઉન્ડ ધરાવે છે, પણ તેમાં પ્રેમ, પેશન ઉપરાંત હિંસા અને સસ્પેન્સ પણ ભરપૂર છે. તે આજના જમાનાની ફિલ્મ છે. અનિલ કપૂર માને છે કે આજના યુવાન કલાકારો જોખમ લેવાથી ડરતાં નથી.
પરિવારના સભ્યો કોઈ ફિલ્મમાં સાથે આવે ત્યારે હંમેશા તેની વધુ ચર્ચા થાય છે ત્યારે તમારા માટે કેવા ફેરફાર નજરે પડે છે? તેવા એક પ્રશ્નના ઉત્તરમાં અનિલ કપૂર કહે છે, 'થાર' ફિલ્મનો હિસ્સો બનવા વિશે મને ખરેખર એ વાતની ઉત્તેજના હતી કે, અમે પિતા અને પુત્રની ભૂમિકા નથી ભજવતા. અમે પાત્રો ભજવીએ છીએ. 'ધ ઝોયા ફેક્ટર' અને 'એક લડકી કો દેખા તો ઐસા લગા' (૨૦૧૯)માં સોનમ (કપૂર) સાથે હું તેના પિતાની ભૂમિકા ભજવતો હતો. જો પસંદગી આપવામાં આવે તો હું (મારા સંતાનો સાથે) એક ફિલ્મ કરવાને બદલે જ્યાં અમે ખરેખર અજાણ્યા હોઈએ છીએ એ દિશામાં ધ્યાન કેન્દ્રીત કરીએ.' જીવનનો આ એક અલગ પ્રકારનો અનુભવ છે.
સંજય દત્તની કારકિર્દી અને તેની ઈમેજને નવું સ્વરૂપ આપનાર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ સીરિઝની ત્રીજી સિક્વલ ફિલ્મની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. અગાઉ સિક્વલની ત્રીજી ફિલ્મ માટે ભરપૂર પ્રયાસ ચાલી રહ્યા હોવાનું સંજય દત્ત જણાવી ચૂક્યા છે. જોકે, અરશદ વારસી એટલે કે મુન્નાભાઈના સર્કિટે હવે ત્રીજી ફિલ્મ બનવાની આશા મૂકી દીધી છે. મુન્નાભાઈની સફળતાના કારણે સંજય દત્ત અને અરશદ વારસી બંનેને કરિયરમાં ખૂબ લાભ થયો હતો. મુન્નાભાઈ અંગે વાત કરતાં અરશદ વારસીએ કહ્યું હતું કે, મુન્નાભાઈ એમબીબીએસના કારણે કરિયરને નવજીવન મળ્યું હતું. આ પહેલા ત્રણ-ચાર વર્ષ માટે તેની પાસે કોઈ ફિલ્મ ન હતી. લોકો ભૂલવા માંડ્યા હતા. મુન્નાભાઈ 3ની શક્યતા અંગે વાત કરતાં અરશદે જણાવ્યું હતું કે, તે 16 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ત્રીજો પાર્ટ આવે તેવી શક્યતા લાગતી નથી. અમે દર્શકો માટે ઘણું બધું આપીએ છીએ, પરંતુ હવે ખૂબ લંબાઈ ગયું છે.
સંજય દત્તે અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુન્નાભાઈ 3 બનવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકુમાર હિરાણી પણ ફિલ્મ બનાવવા માગે છે અને બહુ ઝડપથી તે પૂરી થવાની આશા છે.300 કરોડના ખર્ચે ફિલ્મ બનાવવાનું આયોજન હોવાની ચર્ચાઓ થઈ હતી. જો કે ફિલ્મ બનશે કે નહીં તેનો ચોક્કસ જવાબ રાજકુમાર હિરાણી પાસે જ હોવાનું કહીને સંજય દત્ત હસી પડ્યા હતા.
ગુજરાતમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને મનોરંજન ટેક્સમાં માફી આપવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન કાર્યાલયે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન...
ધમકીભર્યા પત્રના કેસમાં મુંબઈ પોલીસે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનું નિવેદન લીધું છે. અગાઉ સલમાન ખાન અને તેના પિતા સલીમખાનને જાનથી મારી નાંખવાનો એક પત્ર...
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના પ્રેમ પ્રકરણની અટકળો ઘણા સમયથી થઇ રહી છે. સોનાક્ષી અત્યાર સુધી આવા કોઇ સંબંધોનો ઇનકાર કરતી આવી છે, પરંતુ...
બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની ભાવી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે રવિવારે (5 જૂન) આરંગેત્રમના એક ભવ્ય કાર્યક્રમનું મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર...